Ahmedabad: ‘ઓપરેશન સિંદૂર’ બાદ PM પ્રથમવાર ગુજરાત આવશે, અમદાવાદમાં ભવ્ય રોડ શો યોજશે

‘ઓપરેશન સિંદૂર’ બાદ પ્રથમવાર પીએમ મોદી ગુજરાત આવી રહ્યા છે. 26 અને 27 મેના પ્રધાનમંત્રી કચ્છ અને દાહોદ જિલ્લાના કાર્યક્રમોમાં હાજરી આપશે. કચ્છ જિલ્લાની મુલાાકત સમયે પીએમ મોદી ભુજ અને નલિયા એરફોર્સની મુલાકાત લે તેવી શક્યતા છે. 26મીએ સાંજે પીએમ મોદી અમદાવાદમાં ભવ્ય રોડ શો યોજશે. અમદાવાદ એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધી રોડ શોનું આયોજન કરાયું છે. જેમાં ઓપરેશન સિંદૂરની ઝાંખી જોવા મળશે. 27મીએ દાહોદમાં રેલવેના લોકોમોટિવ એન્જિન પ્લાન્ટનું લોકાર્પણ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 અને 27 મે એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવવાના છે. 26મી એ સાંજે અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો યોજવામાં આવશે. અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. ભવ્ય રોડ શોમાં ‘ઓપરેશન સિંદૂર’ની ઝાંખી પણ જોવા મળશે. બ્રહ્મોસ મિસાઇલ સહિતના દેશના શૌર્યને દર્શાવતા કટીંગ અને પ્રતિકૃતિ મૂકવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોમાં અંદાજે 50000 લોકો ભેગા કરવામાં આવશે. ઓપરેશન સિંદૂર ની ભવ્ય તા દર્શાવતી ઝાંખી રજૂ કરવા માટે અલગ અલગ ટેબલો ઊભા કરવામાં આવશે. રોડ શો રૂટ ઉપર ઓપરેશન સિંદૂરની ભવ્ય જીતને લઈને હાથમાં બેનર અને ટેબલો દર્શાવવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડશોને લઈને અમદાવાદ શહેર ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદ શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રમુખ, પૂર્વ પ્રમુખ તેમજ ધારાસભ્યની હાજરીમાં બેઠકો શરૂ થઈ ચૂકી છે. એરપોર્ટ ઉપર વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. એરપોર્ટથી તાજ સર્કલ ઇન્દિરા બ્રિજ સુધી આખા રોડ ઉપર ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા દર્શાવતા બેનરો સાથે લોકો ઉભા રહેશે. ખાસ કરીને પાકિસ્તાનમાં આતંકીઓના અડ્ડા ઉપર બ્રહ્મોસ મિસાઇલ દ્વારા કરવામાં આવેલા હુમલાને લઈ બ્રહ્મોસ મિસાઈલના પ્રતિકૃતિ તેમજ ટેબલો મૂકવામાં આવશે.
વડાપ્રધાન 26 અને 27મી મેના રોજ ગુજરાત આવશે. 26મી તારીખે કચ્છમાં માતાના મઢ, ભુજ અને નલિયા એરફોર્સની મુલાકાત લે તેવી શક્યતા છે. 27મીએ ભુજના મિરઝાપુર રોડ પર જાહેરસભાને સંબોધિત કરશે. 27મી તારીખે દાહોદમાં રેલવેના લોકોમોટિવ એન્જિન પ્લાન્ટનું પીએમના હસ્તે લોકાર્પણ કરાશે. આ પ્લાન્ટનું 20 એપ્રિલ 2022ના રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો, Ahmedabad: અમદાવાદમાં રમાશે IPL 2025 Final, પ્લેઓફની આ મેચના સિડ્યુલ પણ બદલાયા