Ahmedabad: સિવિલ હોસ્પિટલના સિક્યોરિટીએ માર મારતા એક વ્યક્તિનું મોત થયાનો આરોપ, પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઈનકાર

અમદાવાદની સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, સિવિલ હોસ્પિટલના સિક્યોરિટીએ માર મારતા એક વ્યક્તિનું મોત થયાનો આરોપ લાગ્યો છે. પૂનમ પટણી નામના 36 વર્ષીય વ્યક્તિનું મોત થયાનો આરોપ લાગ્યો છે. મૃતકને સિવિલમાં મોબાઈલ ચોરી કર્યાના આરોપ સાથે માર મારવામાં આવ્યો હોવાનો આરોપ લાગ્યો હતો.
મૃતક અગરબત્તી બનાવવાના કારખાનામાં મજૂરી કરતા હતા. સિવિલ નજીક રિક્ષામાંથી ઉતર્યા બાદ માર માર્યાનો આરોપ લાગ્યો હતો. ત્રણ દિવસ અગાઉ જ બનાવ બન્યો હતો. પોલીસે યોગ્ય કાર્યવાહી ન કર્યાનો આરોપ લગાવી મૃતકના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. જ્યાં સુધી ફરિયાદ નહીં નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારે ઈનકાર કર્યો હતો. મૃતકના પરિવારે સિવિલના સિક્યુરિટી ગાર્ડ, કોંટ્રાક્ટર સામે ફરિયાદ નોંધવા માંગ કરી હતી. 36 વર્ષીય પૂનમ પટણી પર સિવિલમાં મોબાઈલ ચોરી કર્યાના આરોપ સાથે લગાવીને માર મારવામાં આવ્યો હતો.
આ પણ વાંચો, સુપ્રીમ કોર્ટનો સમગ્ર વક્ફ કાયદા પર સ્ટે મૂકવાનો ઇનકાર: 3 સભ્ય બિનમુસ્લિમ હશે