Ahmedabad
Ahmedabad: AMC નોકર મંડળ દ્વારા 19 જેટલી માગણીઓને લઈ સારંગપુર પાણીની ટાંકીથી AMC કચેરી સુધી રેલી યોજવામાં આવી

અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન નોકર મંડળ દ્વારા આજે વિરોધ કરવામાં આવ્યો હતો. તે અંતર્ગત સારંગપુર પાણીની ટાંકીથી લઈ AMC કચેરી સુધી રેલી યોજી કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિવિધ 19 જેટલી પડતર માંગણીઓને લઈને કર્મચારીઓએ રેલી યોજી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, 15 દિવસ પહેલા કર્મચારીઓ દ્વારા AMC કમિશનરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. રજૂઆત બાદ પણ માંગણી ન સ્વીકારતા AMC કર્મચારીઓ રસ્તા પર ઉતર્યા હતા.
AMC એન્જિનિયર એસોસિએશના 700 કર્મચારીઓ, મેનહોલ કામદાર યુનિયનના કામદારો, કર્ણાવતી મહાનગરપાલિકા મઝદૂર સંધના કર્મચારીઓ, AMC હેલ્થ મેલેરીયા જનરલ કર્મચારી એસોશિએશન પણ વિરોધમાં જોડાયા હતા.
AMC નોકર મંડળની માગ
- AMC નોકર મંડળની મુખ્ય માંગ આઉટ સોર્સિંગ બંધ કરીને કાયમી ભરતી કરવાની છે
- અમદાવાદના સફાઈ કામદારોને કાયમી સરકારી નોકરી આપવી
- હોસ્પિટલ, મેનહોલ, CNCD, STPમાં કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવી
- ખાનગીકરણ બંધ કરી કાયમી ભરતી કરવાની માંગ
- ૨૦૦૬ થી ૨૦૧૧ રહેમ રહે વારસદારની નોકરી મળી હોય તેમને કાયમી કરવા માંગ
- ફાયર બ્રિગેડમાં ૨૪ કલાકની નોકરી બંધ કરી ૮ કલાક કરવા માંગ
- AMCના કર્મચારીઓને સુરત કોર્પોરેશન મુજબ ગ્રેડ પે આપવા માંગ
- સફાઈ કામદારોને બે ટાઈમ ટ્રાન્સફર એલાઉન્સની માંગ
- AMC દ્વારા ઝોન વાઈસ સફાઈ કામદારોને મકાનો બનાવી આપવા માંગ
આ પણ વાંચો, હવામાન ખરાબ હોવાને કારણે રાહુલ ગાંધીનો જૂનાગઢ પ્રવાસ કેન્સલ, સંગઠનને મજબૂત કરવા રણનીતિ તૈયાર