Entertainment

MP અને છત્તીસગઢ બાદ ગુજરાતમાં પણ ટેક્સ ફ્રી ‘ધ સાબરમતી રિપોર્ટ’, CM ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુધવારે રાજ્યમાં ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ને ટેક્સ ફ્રી જાહેર કરી હતી.  તેમણે ફિલ્મની પ્રશંસા કરતા તેને “ઉત્તમ પ્રયાસ” ગણાવ્યો અને કહ્યું કે આ ફિલ્મએ ઘટનાની સત્યતાને ઉજાગર કરી છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં સિટી ગોલ્ડ સિનેમા ખાતે ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ નિહાળી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ફિલ્મ જોઇ હતી. ફિલ્મ જોયા બાદ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ ફિલ્મની પ્રશંસા કરી હતી અને ફિલ્મ નિર્માતા અને સ્ટારકાસ્ટને બિરદાવ્યા હતા. ફિલ્મ જોયા પછી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ધ સાબરમતી રિપોર્ટ’ને ગુજરાતમાં ટેક્સ ફ્રી જાહેર કરી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે X પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, “ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’માં ગોધરામાં બનેલી ઘટનાની સત્યતાને લોકો સમક્ષ રજૂ કરવાનો ખૂબ જ સારો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારે રાજ્યમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાનો નિર્ણય લીધો છે.

તેમણે પોસ્ટમાં વધુમાં જણાવ્યું હતું કે “ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ પર હુમલાની અત્યંત દુ:ખદ અને નિંદનીય ઘટના પાછળનું સત્ય વર્ષોથી દેશના નાગરિકોથી છૂપાયેલું હતું. આની પાછળ એક આખી ઇકોસિસ્ટમ હતી અને રાજકીય ફાયદા માટે લોકો સમક્ષ ખોટી વાર્તા રજૂ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. #SabarmatiReport… ફિલ્મ દ્વારા આ ઘટનાના સત્યને ઉજાગર કરવાનો સાહસિક પ્રયાસ કરવામાં આવ્યો છે. આજે પ્રખ્યાત ફિલ્મ અભિનેતા જીતેન્દ્ર જીને મળ્યા પછી મને આ ફિલ્મ ભાજપના પદાધિકારીઓ, કાર્યકરો અને અમદાવાદના નાગરિકો સાથે જોવાની તક મળી. આ ઘટનાનું સત્ય દેશ સમક્ષ લાવવા બદલ ફિલ્મ પ્રોડક્શન ટીમ અને કલાકારોનો હૃદયપૂર્વક આભાર.”

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button