Ahmedabad

Ahmedabad- Bhavnagar હાઈવે પર કાર અને બાઈક વચ્ચે ભયાનક ટક્કર, બે વ્યક્તિઓનું ઘટના સ્થળ પર જ મોત

ગુજરાતમાંથી વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે  અમદાવાદથી ભાવનગર તરફ જતા એક્સપ્રેસ હાઈવે પર આબલી ગામ પાસે વહેલી સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત કાર અને બાઈક વચ્ચે સર્જાયો હતો.

ટક્કર એટલી ભયાનક હતી કે  બાઇક પર સવાર બે વ્યક્તિઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે કારમાં સવાર એક મહિલાને ગંભીર ઈજા થઈ છે. મળતા અહેવાલ પ્રમાણે  મૃતકો ધોળકા તાલુકાના સરગવાળા ગામના વતની છે, અને આ ઘટનાથી તેમના પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી, જ્યાંથી ઈજાગ્રસ્ત મહિલાને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

આ પણ વાંચો, પનીર ખાતા હોવ તો થઈ જાઓ સાવધાન! થઈ શકે છે કેન્સર, ગુજરાતમાં મળતું 92% પનીર છે નકલી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button