શિરડી દર્શન કરવા ગયેલાં ગુજરાતી યુવકોને કાળનો ભેટો, અકસ્માતમાં 3ના મોત, 4ને ઈજા

સુરતના યુવાનોને શિરડી દર્શન કરવા જતા સમયે અકસ્માત નડ્યો છે. જેમાં ત્રણ યુવાનોના ઘટના સ્થળે મોત નિપજ્યાં છે. ચાર યુવકોને સારવાર ખાતે મુંબઈ ખસેડવામાં આવ્યો છે. સ્કૂલ બસ કોન્ટ્રાક્ટના વ્યવસાય સાથે જોડાયેલા વિક્રમ ઓસ્વાલ અને તેની ટીમનો અકસ્માત થયા હોવાની વિગતો મળી છે.
શિરડી દર્શન કરીને પરત ફરી રહેલા સુરતના યુવકોને અકસ્માત નડ્યો, જેમાં ત્રણના મોત થઈ ગયા, જયારે ચાર યુવકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા, જેમને સારવાર માટે નાસિકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માહિતી પ્રમાણે, બે યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા, જયારે એક યુવકનું સારવાર માટે લઈ જતી વખતે રસ્તામાં મોત થઈ ગયું.
અકસ્માત અંગેની મળતી માહિતી પ્રમાણે, સાંઈ બાબાના દર્શન કરીને શિરડીથી પરત ફરી રહેલા ભક્તોને લઈ જતી કાર નાસિકના એરંડગાંવ રાયતે શિવર વિસ્તારમાં પલટી મારી ગઈ. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા અને ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા. ડોકટરોએ જણાવ્યું કે ઘાયલોમાંથી બેની હાલત ગંભીર છે.
પ્રાથમિક માહિતી પ્રમાણે, શિરડી સાંઈ બાબાના દર્શન કરીને સુરતના સાત યુવકો નાસિક થઈને સુરત પરત ફરી રહ્યા હતા, ત્યારે ડ્રાઇવરે કાબૂ ગુમાવતા ફોર્ચ્યુનર કાર રસ્તાની બાજુ પર પલટી ગઈ. અકસ્માત એટલો ગંભીર હતો એક ગાડીનો આગળનો ભાગ સંપૂર્ણપણે તૂટી ગયો. સ્થાનિકોએ મહામહેનતે લોકોને બચાવ્યા અને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા નાસિક હોસ્પિટલમાં પહોંચાડ્યા. દરમિયાન રસ્તામાં જતી વખતે એક યુવકનું મોત થઈ ગયું. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને દુર્ઘટનાગ્રસ્ત વાહનને સાઇડ પર કરીને ટ્રાફિકને પૂર્વવત કરી દીધો છે.
પોલીસે અકસ્માતની તપાસ હાથ ધરી છે. તેમણે જણાવ્યું કે ગાડી સ્પીડમાં હતી તેથી નિયંત્રણ ગુમાવવાની શક્યતા નકારી શકાય નહીં. સાથે જ તેમને અકસ્માત સ્થળની આસપાસ લાગેલા સીસીટીવીના ફૂટેજ મંગાવીને તપાસ હાથ ધરી છે. મૃતકોની ઓળખ સામે આવી છે – આ યુવકો સ્કૂલ બસ કોન્ટ્રાક્ટના વ્યવસાય સાથે જોડાયેલા હતા. અકસ્માતની જાણ થતા જ પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પોલીસે અકસ્માત અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
આ પણ વાંચો,. http://રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાફેલમાં ભરી ઉડાન, અંબાલાના આકાશમાં ભારતનું ગૌરવ



