કર્ણાટકમાં 6018 મત ડિલિટ થયા, વોટ ચોરોને બચાવી રહ્યા છે ચૂંટણી કમિશ્નરઃ Rahul Gandhi

Rahul Gandhi નવી દિલ્હીના ઇંદિરા ભવન ઓડિટોરિયમમાં વોટ ચોરી મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે તેમના ખુલાસા પછી પીએમ મોદી દેશને મોંઢું બતાવવા લાયક રહેશે નહીં.રાહુલ ગાંધીએ કહ્યું કે, હું ચોક્કસ સાબિતીઓ સાથે મારી વાત કહી રહ્યો છું. દેશના દલિતો અને ઓબિસી તેમના નિશાના પર છે. મને આપણા દેશ અને તેના બંધારણ સાથે પ્રેમ છે. અને હું આપણા સંવિધાનની રક્ષા કરીશ. રાહુલે દાવો કર્યો કે કર્ણાટકના આલંદમાં 6018 વોટ ડિલિટ કરાયા છે.
રાહુલ ગાંધીએ કહ્યું, “ભારતીય લોકશાહીનો નાશ કરનારાઓને દેશના મુખ્ય ચૂંટણી કમિશનર બચાવી રહ્યા છે. હું આ પ્લેટફોર્મ પરથી એવું કંઈ નહીં કહું જે 100% સાચું ન હોય. હું એક એવો વ્યક્તિ છું જે મારા દેશને પ્રેમ કરું છે, મારા બંધારણને પ્રેમ કરું છું. લોકશાહી પ્રક્રિયાને પ્રેમ કરું છું. હું તે પ્રક્રિયાનું રક્ષણ કરી રહ્યો છું. હું અહીં એવું કંઈ નહીં કહું જે 100% પુરાવા પર આધારિત ન હોય અને જેની તમે ચકાસણી ન કરી શકો.
રાહુલ ગાંધીએ કહ્યું, “આલંદમાં મતદારોના નામે 6,018 અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જે લોકોના નામે આ અરજીઓ દાખલ કરવામાં આવી હતી તેમણે ખરેખર ક્યારેય અરજી કરી ન હતી. આ અરજીઓ સોફ્ટવેર દ્વારા આપમેળે કરવામાં આવી હતી. આલંદમાં મતદારોને કાઢી નાખવા કર્ણાટકની બહારના, વિવિધ રાજ્યોના મોબાઇલ નંબરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, અને આ કોંગ્રેસના મતદારોને લક્ષ્ય બનાવીને કરવામાં આવ્યું હતું.
રાહુલ ગાંધીએ કહ્યું કે, આલંદ કર્ણાટકનો એક વિધાનસભા મતવિસ્તાર છે. ત્યાં કોઈએ 6,018 મતો કાઢી નાખવાનો પ્રયાસ કર્યો હતો. અમને 2023ની ચૂંટણીમાં કાઢી નાખવામાં આવેલા કુલ મતોની સંખ્યા ખબર નથી, પરંતુ તે 6,018 કરતા ઘણી વધારે હતી. બસ એટલું જ કે આ 6,018 મત ડિલિટ કરવા દરમિયાન થયેલી ભૂલને કારણે મામલો પકડાયો. થયું એવું કે, એક બૂથ-લેવલ ઓફિસરે જોયું કે તેના કાકાનો મત ડિલિટ થઈ ગયો છે. તેણે તપાસ કરી કે તેના કાકાનો મત કોણે કાઢી નાખ્યો અને ખબર પડી કે તે પાડોશીએ ડિલિટ કર્યો છે. જ્યારે તેણે તેના પાડોશીને પૂછ્યું તો તેણે કહ્યું, ‘મેં કોઈ મત કાઢી નાખ્યા નથી.’ આનો અર્થ એ છે કે ન તો મત કાઢી નાખનાર વ્યક્તિ કે ન તો જેનો મત કાઢી નાખવામાં આવ્યો હતો તે વ્યક્તિ તેના વિશે કંઈ જાણે છે. હકિકતમાં કોઈ અન્ય તાકાતે સિસ્ટમને હાઇજેક કરીને મત ડિલિટ કર્યા હતા.
ભારતની લોકશાહી હાઈજેક થઈ ગઈ
મારૂ કામ લોકશાહી પદ્ધતિમાં ભાગ લેવાનો છે. તેની રક્ષા કરવાનું નથી. ભારતના ઈન્સ્ટીટ્યુશન્સ આ કામ કરી રહ્યા નથી. તેથી હું તેમનું કામ કરી રહ્યો છું. મારૂ કામ સત્ય બહાર લાવવાનું છે. ભારતની લોકશાહી હાઈજેક થઈ ગઈ છે. તેને દેશના લોકો જ બચાવી શકશે.
મુખ્ય ચૂંટણી કમિશનર સામે ગંભીર આરોપ
રાહુલ ગાંધીએ કહ્યું કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર લોકોને વોટ ચોરોને બચાવી રહ્યા છે. મારા આ દાવાના પુરાવા છે જેને નકારી શકાય નહીં. આ પુરાવા બ્લેક એન્ડ વ્હાઇટ છે. અમારી પાસે પુરાવા છે કે દેશભરમાં લઘુમતી, દલિતો, આદિવાસી અને ઓબીસીના લાખો વોટ કાઢી નાખવામાં આવી રહ્યા છે. આ ખાલી વિપક્ષના વોટ કાપવાની ટ્રીક છે.
વધુ એક વોટ ડિલીટનું ઉદાહરણ
રાહુલ ગાંધીએ કહ્યું કે અન્ય રાજ્યોના મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને ઓનલાઈન ફોર્મ સબમિટ કરવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીએ ગોદા બાઈ નામની એક મહિલાનું ઉદાહરણ પણ આપ્યું. તેમણે કહ્યું કે તેમના નંબર પરથી કુલ 12 વોટ ડિલીટ કરવામાં આવ્યા હતા અને તેમને તેની જાણ પણ નહોતી. તેમણે સૂર્યકાંત નામના બીજા વ્યક્તિના નામે 12 લોકોના નામ ડિલીટ થવાનું ઉદાહરણ પણ આપ્યું. બીજું ઉદાહરણ આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે માત્ર 36 સેકન્ડમાં બે ફોર્મ ભરાઈ ગયા. આટલા ઓછા સમયમાં બે ફોર્મ કેવી રીતે ભરાઈ શકે? વધુમાં, આ સમય પણ સવારે 4:07 વાગ્યાનો હતો.
આ પણ વાંચો, http://શમા સિકંદરની હોટ તસવીરોએ વધાર્યું સોશિયલ મીડિયાનું તાપમાન