Gujarat

ઉત્તરાયણના બીજા દિવસે કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે થશે આ શુભ કાર્યો

Shri Amit Shah taking charge as the Union Minister for Home Affairs, in New Delhi on June 01, 2019.

દર વર્ષની જે આ વર્ષે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાયણની ઉજવણી અમદાવાદ ખાતે કરી હતી. ત્યારે આજે એટલે કે 15 જાન્યુઆરીના રોજ ગુજરાત પ્રવાસનો બીજો દિવસે ગાંધીનગર જિલ્લાના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. જેમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમોમાં અમિત શાહ હાજરી આપનાર છે.

જેમાં અંબોડમાં રૂપિયા 200 કરોડના ખર્ચે તૈયાર થનાર બેરેજનું ખાતમુહૂર્ત કરશે. ગોલથરામાં સરકારી યોજનાના લાભાર્થી કેંપોની મુલાકાત લેશે, ત્યારે નારદીપુરમાં રામજી મંદિરના દર્શન કરશે. ઉપરાંત કલોલ-સાણંદ રોડના ફોરલેન કરવાના નવા કામનું ખાતમુહૂર્ત કરશે.

કલોલમાં નવનિર્મિત ઓડિટોરિયમનું લોકાર્પણ તથા નવીન કામોનું ખાતમુહૂર્ત અમિત શાહના હસ્તે કરવામાં આવનાર છે. બીજી તરફ કલોલ પાસે સૈજ ગામને જોડતા રેલવે અંડરબ્રિજનું લોકાર્પણ કરશે અને શેલ્બિ હોસ્પિટલ દ્વારા તૈયાર થયેલી બોન બેંકનું લોકાર્પણ આજના દિવસે અમિત શાહ કરનાર છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button