નેપાળ પૂરમાં 105 ભારતીય પર્યટકો લાપતા, 31 માનસરોવર યાત્રા પર જઈ રહ્યા હતા

નેપાળમાં અચાનક આવેલા પૂરમાં 105 ભારતીય પર્યટક લાપતા થઈ ગયા ચે. તેમાંથી 31 તીર્થયાત્રી હતા, જે માનસરોવરની યાત્રા પર જઈ રહ્યાં હતા. આ જાણકારી નેપાળ પર્યટન બોર્ડે આપી છે. બોર્ડનું કહેવું છે કે અમે આ લાપતા ભારતીયોની જાણકારી મેળવી રહ્યાં છીએ. નેપાળ પર્યટન બોર્ડ પ્રમાણે પૂરમાં આશરે 400 પર્યટકો લાપતા થયા છે. તેમાંથી 291 પર્યટક વિદેશી છે, જ્યારે 90થી વધુ નેપાળના રહેવાસી છે.

નેપાળ ન્યૂઝ પ્રમાણે 37 પર્યટક ભારતીય એનઆરઆઈ છે. તો બાકી પર્યટક ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ, સંયુક્ત રાજ્ય અમેરિકા,મલેશિયા, યુનાઇટેડ કિંગડમ અને દક્ષિણ આફ્રિકાના નાગરિક છે.

નેપાળ ટૂરિસ્ટ બોર્ડ પ્રમાણે લાપતા ભારતીયોમાંથી 59 પર્યટક સ્માર્ટ ટ્રાવેલ્સથી યાત્રા કરી રહ્યાં હતા. આ રીતે 46 પર્યટક લીફ હોલિડેથી ફરવા આપ્યા હતા. નેપાળ સરકારે પર્યટકો માટે હેલ્પલાઇન નંબર 1144 જારી કર્યો છે.

કસ્ટમ ઓફિસના 14 કર્મચારી લાપતા
નેપાળી મીડિયા પ્રમાણે રસુવાના તિમુરે સ્થિત કસ્ટમ ઓફિસના 14 કર્મચારી પણ સંપર્કથી બહાર છે. તેમાંથી 11 સ્થાયી અને 3 કોન્ટ્રાક્ટ કર્મચારી છે. તો કસ્ટમ ઓફિસના પ્રમુખ રાજેન્દ્ર ઢુંગાના સહિત 25 કર્મચારીઓની માહિતી મળી ગઈ છે.

આ રીતે 20 મેગાવોટના લાંગટાંગ ખોલા જળવિદ્યુત પરિયોજનાના 60 લોકો લાપતા થયા છે. પૂરની ઝપેટમાં આવતા 8 લોકોના મોત થયા છે. સાત લોકોના મૃતદેહ મળી આવ્યા છે. નેપાળ સરકારે રેસ્ક્યૂ ઓપરેશન માટે હેલિકોપ્ટર અને ડ્રોનની તૈનાતી કરી છે.

12 હેલિકોપ્ટરથી લાપતા લોકોનું રેસ્ક્યુ
નેપાળી સેના પ્રમાણે અત્યાર સુધી 12 લોકોને હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. તેમાંથી 6 લોકો સ્યાફ્રુબેસી, 2 મૈલુંગ અને 4 ધન્ચેથી કાઢવામાં આવ્યા છે. રેસ્ક્યૂ ઓપરેશનમાં નેપાળી સેનાના 4 અને ખાનગી ક્ષેત્રના 8 હેલિકોપ્ટર લગાવવામાં આવ્યા છે. પૂરમાં ફસાયેલા 5 અન્ય લોકોને સુરક્ષિત બહાર કાઢી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *