નેપાળમાં ભયંકર જળપ્રલય: હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ અને પુલ તણાયા, જીવ બચાવવા ભાગતા લોકો ગરકાવ – જુઓ તબાહીની તસવીરો

નેપાળમાં કુદરતનો પ્રકોપ જોવા મળ્યો છે. તિબેટ સરહદ પર અચાનક આવેલા ભીષણ પૂર અને ઝડપથી આવેલા પાણીના પ્રવાહે તબાહી મચાવી છે. અચાનક રૌદ્ર રૂપ ધારણ કરેલી નદીએ ક્ષણભરમાં બધુ કાટમાળમાં ફેરવી દીધું હતું. આ જળ પ્રલયમાં ઘણી હાઇડ્રોપાવર સાઇટ્સ તબાહ થઈ ગઈ. રસ્તા અને પૂલ તૂટી ગયા અને અનેક વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

અચાનક આવેલી ત્રાસદીએ જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. જ્યાં ઘણા લોકો લાપતા થયા છે અને મોટા પાયે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. તસવીરો દ્વારા જુઓ નેપાળમાં આવેલા પૂરના ખતરનાક દ્રશ્યો…

નેપાળના રાસુવા જિલ્લામાં બોટેકોશી નદીમાં અચાનક આવેલા પૂરને કારણે તબાહીનો મંજર જોવા મળ્યો. થોડા સમયમાં અનેક પૂર ધરાશાયી થયા હતા. આ ઘટનામાં આઠથી વધુ લોકોના મોત થયા છે તો ઘણા લોકો લાપતા છે.

નેપાળમાં આવેલા પૂરને કારણે એક પૂલ ધરાશાયી થઈ ગયો હતો. થોડી સેકેન્ડમાં નદીએ ધારણ કરેલા રૌદ્ર સ્વરૂપની સામે પૂલ ધરાશાયી થઈ ગયો હતો.

નેપાળમાં તિબેટની સરહદ પાસે આવેલા વિસ્તારમાં અચાનક આવેલા પૂરને કારણે ઘણા ગામો પ્રભાવિત થયા છે. આ પૂરની ઝપેટમાં કાર પણ આવી ગઈ છે.

નેપાળમાં આવેલા ભયંકર પૂરનો અંદાજ આ તસવીરોથી લગાવી શકાય છે. તસવીરમાં જોવા મળી રહેલી પિકઅપ વાન પૂરનો પુરાવો આપી રહી છે.અચાનક આવેલા ભીષણ પૂર વચ્ચે લોકોને બચાવવાનું કામ ચાલી રહ્યું છે. બચાવ દળો સતત મુશ્કેલ સમયમાં કામ કરી રહ્યાં છે.

આ પૂરને કારણે તિબેટ સરહદની આસપાસના ક્ષેત્રોમાં માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે. આ જળ પ્રલયમાં અનેક રસ્તા અને પૂલ તૂટી ગયા છે. અનેક વાહનો પાણીમાં તણાયા છે.

પહાડો વચ્ચે પસાર થઈ રહેલી નદીઓ પૂરને કારણે રોદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. ઘાટીમાં દૂર-દૂર સુધી માત્ર કીચડ, કાટમાળ અને તબાહીનો મંજર જોવા મળી રહ્યો છે.પૂરની ઝપેટમાં આવવાથી નેપાળ સરહદ પર બનેલી ઘણી ઈમારતો, સુરક્ષા ચોકીઓ અને આવાસીય પરિસર સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થઈ કાટમાળમાં પરિવર્તિત થઈ ગયા છે. પ્રોજેક્ટ સાઇટ્સ અને આંતરમાળખાને ભારે નુકસાન પહોંચ્યું છે.

તિબેટથી અચાનક આવેલા પૂરે નેપાળમાં એવી તબાહી મચાવી કે થોડી કલાકો પહેલા આબાદ દેખાતું ક્ષેત્ર કાટમાળમાં ફેરવાઈ ગયું છે. નદીની આસપાસ બનેલા ઘરો ધરાશાયી થઈ ગયા છે.

નેપાળમાં આવેલા ભીષણ ફ્લેશ ફ્લડે માત્ર વસ્તીઓ જ નહીં, પરંતુ સ્તાઓને મોટી અસર પહોંચાડી છે. આ તસવીરમાં નદીના પ્રવાહમાં એક પુલ તૂટી ગયો. 

નદીઓમાં એટલો જોરદાર પાણીનો પ્રવાસ આવ્યો કે ભારે પથ્થરો અને કાટમાળના પ્રવાહથી મોટા-મોટા પૂલ ટકી શક્યા નહીં અને તૂટીને વહી ગયા હતા. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *