હવે ઠંડી લેશે વિદાય! તો ગુજરાતમાં ક્યારથી શરૂ થશે ધગધગતો ઉનાળો, જાણો આગાહી

રાજ્યમાં વર્તમાનમાં બેવડી ઋતુનું અનુભવ થઈ રહ્યો છે. ક્યાંક વાદોળ ઘેરાયા તો ક્યાંક ગરમીનો પારો ઉચક્યો છે. લોકોને રાત્રે ઠંડી અને દિવસ ગરમીનું અનુભવ થઈ રહ્યો છે. આગાહી પ્રમાણે આવનારા પાંચ દિવસ દરમિયાન ગુજરાતનું હવામાન સૂકું રહેશે. આગામી પાંચ દિવસ સુધી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે. આગામી પાંચ દિવસ સુધી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય પરંતુ તાપમાન ધીરે ધીરે ઊંચુ જશે. હાલ હવામાન પરિવર્તન થઈ રહ્યું છે. પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમની જે હવા આવી રહી છે. બે દિશાના પવનથી આવેલી રહેલી હવા મિક્સ થવાના કારણે પવનો મિક્સ ફૂંકાઈ રહ્યા છે. મોટાભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્યથી ઉપર છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, આ વખતનો શિયાળો સારો રહ્યો છે. પુરતા પ્રમાણમાં ઠંડીના રાઉન્ડ આવ્યા છે. ત્યારે હવે ધીરે ધીરે શિયાળાના વિદાયની શરૂઆત જોવા મળી રહી છે. આ વિદાયની શરૂઆત ફેબ્રુઆરી સુધી ચાલશે. એટલે ફેબ્રુઆરી મહિનામાં તો ઠંડી રહેશે જ એવું લાગી રહ્યું છે. ત્યારબાદ ઠંડી ખાસ અસર જોવા મળશે નહી