Maharashtra: ‘જો કોઈ અમારા મુસ્લિમ ભાઈઓ-બહેનોને આંખ બતાવશે તો, તેને…’, મહારાષ્ટ્રના ડિપ્ટી CM અજિત પવારની ચેતવણી

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને NCP વડા અજિત પવારે પોતે આયોજિત ઇફ્તાર પાર્ટીમાં મુસ્લિમો વિશે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ભારત વિવિધતામાં એકતાનું પ્રતીક છે. આપણે કોઈપણ વિભાજનકારી શક્તિઓની જાળમાં ન ફસવું જોઈએ. આપણે હમણાં જ હોળી ઉજવી છે, ગુડી પડવો અને ઈદ આવી રહી છે, આપણે આ બધા તહેવારો સાથે મળીને ઉજવવા પડશે કારણ કે એકતા એ જ આપણી ખરી તાકાત છે.
અજિત પવારે વધુમાં કહ્યું, “હું તમને ખાતરી આપું છું કે તમારા ભાઈ અજિત પવાર તમારી સાથે છે, જે કોઈ આપણા મુસ્લિમ ભાઈ-બહેનોનો વિરોધ કરવાની હિંમત કરે છે, જો કોઈ બે જૂથો વચ્ચે ઝઘડો કરાવે છે અને શાંતિ ખલેલ પહોંચાડે છે અને કાયદો પોતાના હાથમાં લે છે, તો તે કોઈ પણ હોય, તેને બક્ષવામાં આવશે નહીં, તેને માફ કરવામાં આવશે નહીં.”

આ પણ વાંચો, આ વખતે Jio સિનેમા પર નહીં, અહીં જોઇ શકશો IPLનું લાઈવ સ્ટ્રીમિંગ, પરંતુ કરવું પડશે આ કામ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *