IPL 2025: આ વખતે Jio સિનેમા પર નહીં, અહીં જોઇ શકશો IPLનું લાઈવ સ્ટ્રીમિંગ, પરંતુ કરવું પડશે આ કામ

IPL Trophy during day one of the TATA Indian Premier League Player Auction held at the ITC Gardenia hotel in Bengaluru on the 12th February 2022 Photo by Arjun Singh / Sportzpics for IPL

વિશ્વની સૌથી મોટી લીગ, IPL ની 18મી સીઝનની શરૂઆત આજથી એટલે કે 22 માર્ચથી થશે. પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. 17 વર્ષ પછી આવું થશે કે જ્યારે આ બે ટીમો ઓપનિંગ મેચમાં ટકરાશે. છેલ્લે આવું 2008 ની ઓપનિંગ મેચમાં થયું હતું, જ્યારે બ્રેન્ડન મેક્કુલમે 158 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. KKR અને RCB બંને આ વખતે તેમના નવા કેપ્ટનના નેતૃત્વમાં રમશે. કોલકાતાનું નેતૃત્વ અજિંક્ય રહાણે કરશે, જ્યારે બેંગલુરુની આગેવાની રજત પાટીદાર કરશે. આ મેચ સાથે જોડાયેલી કેટલીક મહત્ત્વપૂર્ણ માહિતી પર એક નજર કરીએ.

આઈપીએલ 2025 ની પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે 22 માર્ચ, શનિવારના રોજ રમાશે.
IPL 2025 ની પહેલી મેચ KKR અને RCB વચ્ચે કોલકાતાના ઇડન ગાર્ડન્સ મેદાન પર રમાશે.
કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે IPL 2025નો પહેલો મુકાબલો ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે, જ્યારે બંને કેપ્ટન ટોસ માટે અડધો કલાક પહેલા મેદાનમાં ઉતરશે.
ઓપનિંગ સેરેમનીને કારણે મેચ થોડી મોડી શરૂ થઈ શકે છે.

આ પણ વાંચો, Manipur violence: મણિપુર હિંસા વચ્ચે 9 વર્ષની બાળકીનો મળ્યો મૃતદેહ, બળાત્કારની શંકા; 15 શંકાસ્પદોની અટકાયત

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *