મહાકુંભથી આવ્યા માઠા સમાચાર! પ્રયાગરાજમાં વધુ એક ગુજરાતી શ્રદ્ધાળુનું મોત

ઉત્તર પ્રદેશનાં પ્રયાદરાજ ખાતે એક મહિના સુધી ચાલનારા મહાકુંભમાં કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા પહોંચ્યા છે. ગુજરાતમાંથી પણ અનેક શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે મહાકુંભમાં ગયા છે. મહાકુંભમાં ગયેલ રાજકોટનાં એક ગુજરાતી શ્રદ્ધાળુનું મોત નિપજતા પરિવારજનોમાં શોક વ્યાપી જવા પામ્યો હતો.

રાજકોટ ખાતે બજરંગવાડી વિસ્તારમાં રહેતા પીજીવીસીએલમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા કિરીટસિંહ રણજીતસિંગ રાઠોડ તેમનાં પરિવાર તેમજ મિત્ર દંપતી સાથે મહાકુંભમાં ગયા હતા. ત્યારે અચાનક તેઓને શ્વાસ ચડતા રાયબરેલી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેઓનું મોત નિપજ્યું હતું. તેમનાં મૃતદેહને ગત રોજ રાજકોટ ખાતે લાવવામાં આવ્યો હતો. ઘરના મોભીનું મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

મહાકુંભમાં જવા માટેના બુકિંગ ટ્રાવેલ્સ એજન્સીઓએ બંધ કર્યા છે. મહાકુંભમાં દુર્ઘટના બાદ અમદાવાદમાં ટ્રાવેલ એજન્સીઓએ બુકિંગ બંધ કર્યા છે. તેમજ દુર્ઘટનાના સમાચાર બાદ શ્રદ્ધાળુઓની ડિમાન્ડ પણ ઘટી છે. તેમજ પ્રયાગરાજ જવા માટે કરાવેલ બુકિંગ પણ કેટલાક યાત્રીઓએ કેન્સલ કરાવ્યા છે. તેમજ મૌની અમાસના દિવસે કુંભમેળામાં દુર્ઘટના ઘટી હતી. મોટી સંખ્યામાં ભક્તો પ્રયાગરાજ પહોંચી જવાના લીધે નાસભાગ થઈ હતી.

ઉલ્લેખનીય છે કે મહાકુંભમાં આ બીજી મોટી દુર્ઘટના છે. આ પહેલા મહાકુંભ મેળામાં કેમ્પમાં મોટી આગ લાગી હતી જેમાં ઘણો સામાન બળીને ખાખ થઈ ગયો હતો જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *