Ahmedabad: અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા

અમદાવાદ શહેરના એરપોર્ટ વિસ્તારમાં આવેલી હોટલ તંદુરમાં એક યુવતીની હત્યાનો બનાવ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. 22 વર્ષીય નસરીન બાનુ નામની યુવતીનો મૃતદેહ હોટલના રૂમમાંથી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આ હત્યાનું કારણ અકબંધ છે, પરંતુ પોલીસને યુવતી સાથે હોટલમાં આવેલા એક યુવક પર શંકા છે, જે જમવાનું બહાનું કરીને ફરાર થઈ ગયો હતો.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, નસરીન બાનુ બપોરે 12.25 વાગ્યે એક યુવક સાથે હોટલ તંદુરમાં આવી હતી અને તેમણે રૂમ નંબર 108 બુક કરાવ્યો હતો. થોડા સમય બાદ યુવકે હોટલ સ્ટાફને કહ્યું કે તે જમવાનું લેવા બહાર જઈ રહ્યો છે. જો કે, કલાકો સુધી તે યુવક પરત ન ફરતા હોટલ સ્ટાફને શંકા ગઈ હતી. સાંજના સમયે સ્ટાફે રૂમની તપાસ કરતા દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો અને અંદર બેડ નીચે નસરીન બાનુનો મૃતદેહ પડેલો હતો.

પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે. હોટલ સ્ટાફ અને આસપાસના લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ ટૂંક સમયમાં આ હત્યા કેસનો ભેદ ઉકેલવામાં સફળ થશે તેવી આશા વ્યક્ત કરી રહી છે. હાલમાં ઘટના સ્થળ પર પોલીસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે અને દરેક પાસાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો, ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલના 71મા જન્મદિવસે સુરતમાં ઠેર-ઠેર કાર્યક્રમ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *