Surat: ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલના 71મા જન્મદિવસે સુરતમાં ઠેર-ઠેર કાર્યક્રમ

ભાજપના પ્રદેશ અધ્યક્ષ તેમજ જલશક્તિ મંત્રી સીઆર પાટીલનો આજે 71મો જન્મદિવસ છે. જેના લીધે સુરત શહેરમાં ઠેર-ઠેર વિવિધ લોકસેવાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સીઆર પાટીલના નિવાસસ્થાને ભાજપ કાર્યકરો, મંત્રીઓ તેમજ ચાહકો શુભેચ્છા આપવા પહોંચ્યા હતા.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય પ્રધાન એવા સીઆર પાટીલના જન્મદિવસને લીધે સુરતમાં ઠેર-ઠેર વિવિધ આયોજનો હાથ ધરાયા હતા. જેમાં ઉધના ઝોનમાં કાર્યકરોએ મહારક્તદાન શિબિરનું આયોજન કર્યું છે. જ્યારે લિંબાયત વિધાનસભામાં મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે. સવારથી શુભેચ્છકો દ્વારા સીઆર પાટીલને જન્મદિવસનું શુભકામના પાઠવવા લાંબી લાઈન લાગી હતી.
આ પણ વાંચો, Ayodhya: રામ મંદિર ટ્રસ્ટે ભરી સરકારની ઝોળી, આપ્યો એટલો બધો ટેક્સ કે ગણતાં થાકી જશે