Ahmedabad plane crash: 1 કરોડનું વળતર માત્ર પ્લેનમાં મુસાફરી કરી રહેલા લોકોને જ મળશે કે નીચે રહેલા લોકોના પરિવારને પણ મળશે

અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં 265 લોકોના મોત થયા છે. જ્યારે વિમાનમાં 242 લોકો સવાર હતા. ટાટા ગ્રુપે મૃતકો માટે 1 કરોડ રૂપિયાનું વળતર જાહેર કર્યું હતું. શું આ વળતર ફક્ત વિમાનમાં સવાર લોકોને જ આપવામાં આવશે કે જેઓ વિમાનમાં નહોતા અને પ્લેનની ઝપટે ચડીને મોતને ભેટ્યા તેમના પરિવારજનો પણ તેના હકદાર રહેશે?

અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી તરત જ ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનમાં 230 મુસાફરો સહિત કુલ 242 લોકો સવાર હતા. કુલ 265 લોકોના મોત થયા છે. જેમાં 242 લોકોમાંથી 241 લોકો સવાર હતા. ટાટા ગ્રુપના ચેરમેન એન ચંદ્રશેખરને અકસ્માત બાદ મૃતકોને 1 કરોડ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી. વળતર રકમ અંગે સસ્પેન્સ હતું કે શું આ રકમ ફક્ત તે લોકો માટે છે જેઓ અકસ્માતનો ભોગ બનેલા વિમાનમાં સવાર હતા? કે પછી જે લોકો વિમાનમાં નહોતા પરંતુ આ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે તેમના પરિવારો પણ તેના હકદાર હશે?

હવે આ અંગે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. એર ઇન્ડિયાના માલિક ટાટા ગ્રુપે હવે સ્પષ્ટતા કરી છે કે આ અકસ્માતમાં જીવ ગુમાવનાર દરેક વ્યક્તિના પરિવારને 1 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવશે. એટલે કે, જે 24 લોકો વિમાનમાં નહોતા પરંતુ આ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના પરિવારો પણ વળતર મેળવવા માટે હકદાર રહેશે. આમાં ઓછામાં ઓછા પાંચ MBBS વિદ્યાર્થીઓ, એક PG રેસિડેન્ટ ડૉક્ટર અને એક સુપરસ્પેશિયાલિસ્ટ ડૉક્ટરની પત્નીનો સમાવેશ થાય છે. જોકે, આવા મૃતકો વિશે હજુ સુધી વધુ માહિતી બહાર આવી નથી જે વિમાનમાં નહોતા.

ટાટા ગ્રુપે એ પણ સ્પષ્ટતા કરી છે કે, અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોની સારવારનો ખર્ચ ઉઠાવવાની સાથે, તેમને સંપૂર્ણ સહાય અને જરૂરી સંભાળ મળે તેની ખાતરી કરવામાં આવશે. અમે BJ મેડિકલ કોલેજના હોસ્ટેલ બિલ્ડિંગના પુનર્નિર્માણમાં પણ મદદ કરીશું. નોંધનીય છે કે ગુરુવારે, એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી લંડન માટે ઉડાન ભરી હતી. ટેકઓફ કર્યા પછી તરત જ આ વિમાન અકસ્માતનો ભોગ બન્યું હતું.

આ પણ વાંચો, Ahmedabad plane crash: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 270 લોકોનાં મોત, મેડિકલ કોલેજે જાહેર કર્યો આંકડો

https://www.instagram.com/timenewsguj/reels

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *