Ahmedabad plane crash: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 270 લોકોનાં મોત, મેડિકલ કોલેજે જાહેર કર્યો આંકડો

અમદાવાદથી લંડન જઇ રહેલા એર ઇન્ડિયાનાં પ્લેન AI 171 અમદાવાદ એરપોર્ટથી ઉડ્યાની મીનિટોમાં જ ક્રેશ થઇ ગઇ હતી. આ ફ્લાઇટ બી.જે મેડિકલ કોલેજની બોઇઝ હોસ્ટેલનાં મેસ બિલ્ડિંગ સાથે ટકરાઇને ક્રેશ થઇ હતી. જેમાં પ્રાથમિક રીતે 265 લોકોનાં મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જો કે હવે અમદાવાદમાં બી.જે મેડિકલ કોલેજમાં ચાલી રહેલી ડીએનએ પ્રક્રિયાનાં આધારે કુલ 270 લોકોનાં મોતની પૃષ્ટિ થઇ ચુકી છે.
બી.જે.મેડિકલ કોલેજ DNA સેમ્પલ્સની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં અત્યાર સુધીમાં 213 લોકોના સેમ્પલ્સ કલેક્ટ થઇ ચુક્યાં છે. જો કે કેટલાક પ્રવાસીઓનાં સંબંધીઓ વિદેશમાં રહેતા હોવાનાં કારણે તેઓ અમદાવાદ પહોંચી રહ્યા છે. તેઓના આવ્યા બાદ તેમનાં ડીએનએ કલેક્ટ કરવામાં આવશે અને તેના આધારે અન્ય મૃતદેહોની ઓળખ કરવામાં આવશે. જેનાં કારણે સમગ્ર પ્રક્રિયામાં વિલંબ થઇ રહ્યો છે. તેમ છતા પણ અત્યાર સુધીમાં કુલ 270 લોકોનાં મોતની પૃષ્ટિ થઇ ચુકી છે. અમદાવાદ બી.જે મેડિકલ કોલેજ દ્વારા 270 લોકોનાં મોતની પૃષ્ટિ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બોઇગ ડ્રિમ લાઇનર 787 નામનાં આ જહાજ પર અગાઉ પણ સવાલો ઉઠાવાઇ રહ્યા છે. તેવામાં ટાટા ગ્રુપ દ્વારા આ દુર્ઘટનામા મૃત્યુ પામનારા તમામ લોકો જે પેસેન્જર હતા તેમને અને નહોતા તેમને પણ 1-1 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત જે લોકો ઘાયલ થયા છે તેમની સારવારનો સંપુર્ણ ખર્ચ ભોગવવા માટેની પણ જાહેરાત કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો, Ahmedabad plane crash: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર સહિત 242 મુસાફરોના મોત, ન્યૂઝ એજન્સી AP નો દાવો