Weather Update: એપ્રિલમાં માવઠું થવાની આગાહી, જાણો ગુજરાતમાં કયા-કયા વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ

માર્ચ મહિનાનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. માર્ચના અંતમાં અને એપ્રિલની શરૂઆતમાં ગુજરાતમાં આકરો તાપ તો પડશે, સાથે સાથે માવઠુ પણ થઇ શકે છે. ગુજરાતના જાણીતા બે આગાહીકારો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ કમોસમી વરસાદની આગાહી કરી છે. તેમના મતે આગામી 31 માર્ચથી 5 એપ્રિલ વચ્ચે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે.
તાજા અપડેટ પ્રમાણે, ગુજરાતમાં માર્ચ બાદ હવે એપ્રિલ મહિનાની શરૂઆતમાં હવામાનમાં પલટો આવશે. 29 માર્ચથી એપ્રિલના શરૂઆત સુધીમાં ઉત્તર પૂર્વ ગુજરાત, કચ્છના ભાગોમાં છાંટા પડવાની શક્યતાઓ રહેશે. મધ્યપ્રદેશના અને ગુજરાતના નજીકના ભાગો અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને ક્યાંક છાંટા પડવાની શક્યતા છે. 19 એપ્રિલથી ફરી હવામાનમાં પલટો આવી શકે અને વાદળછાયું વાતાવરણ આવી શકે છે. 20 એપ્રિલથી ગરમી વધતી જાય અને 26 એપ્રિલથી કાળજાળ ગરમી પડવાની શરૂ થઇ શકે છે. ગુજરાતના ભાગમાં 42થી 45 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ છે.
આ પણ વાંચો, શેરબજારમાં સતત વધારો, સેન્સેક્સ 78,000 ને પાર, IT શેરોમાં બમ્પર ઉછાળો