કલ્પેશભાઈ શાહ (જૈન) ની ઓલ ઇન્ડિયા જૈન જર્નાલિસ્ટ એસોસિએશન( AIJJA )ગુજરાતના પ્રદેશ મહામંત્રી તરીકે વરણી થવા બદલ હાર્દિક અભિનંદન!

સુરેન્દ્રનગર જૈન સમાજના અગ્રણી અને જોરાવરનગર સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ
કલ્પેશભાઈ જૈનની સંગઠન પ્રત્યેની નિષ્ઠા અને સેવાકાર્યોને ધ્યાને રાખીને, રાષ્ટ્રીય પ્રમુખ શ્રી હાર્દિકભાઈ હુંડિયાની સહમતિ તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખ ડૉ. આનંદ દોશીના માર્ગદર્શન હેઠળ આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.

તેઓ આગામી સમયમાં જૈન શાસનની પ્રગતિ અને AIJJA સંગઠનને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપશે તેવી આશા સાથે તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ!