IPL 2025: IPL શરૂ થાય તે અગાઉ KKRને મોટો ઝટકો, ઉમરાન મલિક થયો બહાર, જાણો કોને મળ્યું ટીમમાં સ્થાન?

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ ટાટા ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 માટે ઉમરાન મલિકના સ્થાન પર ચેતન સાકરિયાને ટીમમાં સામેલ કર્યો છે. ઉમરાન મલિક ઈજાને કારણે આ સીઝનમાંથી બહાર થઇ ગયો છે. સાકરિયાએ એક વન-ડે અને બે ટી-20 મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે અને 19 IPL મેચ રમી છે, જેમાં 20 વિકેટ લીધી છે. ડાબોડી મધ્યમ ઝડપી બોલર સાકરિયા 75 લાખ રૂપિયામાં KKR સાથે જોડાયો છે.
સાકરિયા ગયા વર્ષે પણ KKR ટીમમાં હતો પરંતુ તેને એક પણ મેચમાં રમવાની તક મળી ન હતી અને હરાજી પહેલા ફ્રેન્ચાઇઝી દ્વારા તેને રિલીઝ કરવામાં આવ્યો હતો. અગાઉ પણ રાજસ્થાન રોયલ્સ ઉપરાંત ચેતન IPLમાં દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સનો ભાગ રહી ચૂક્યો છે. હવે જોવાનું એ રહે છે કે ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા ચેતન આ તકનો કેવી રીતે લાભ ઉઠાવે છે.અગાઉ ઉમરાન મલિકે મેગા-ઓક્શનમાં KKR સાથે જોડાયા બાદ ખુશી વ્યક્ત કરી હતી. તે છેલ્લા બે સીઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમ્યો હતો પરંતુ તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. KKR માં જોડાયા પછી ઉમરાને ચાહકોને વચન આપ્યું હતું કે આ વખતે તેઓને તેનું એક નવું પાસું જોવા મળશે. ઉમરાને ભારપૂર્વક કહ્યું હતું કે તે 200 ટકા ફિટ છે.
KKR ટીમ
રિંકુ સિંહ, વરુણ ચક્રવર્તી, સુનીલ નારાયણ, આન્દ્રે રસેલ, હર્ષિત રાણા, રમણદીપ સિંહ, વેંકટેશ ઐયર, ક્વિન્ટન ડી કોક, રહમાનુલ્લાહ ગુરબાઝ, એનરિચ નોર્ટજે, અંગક્રિશ રઘુવંશી, વૈભવ અરોરા, મયંક માર્કંડે, રોવમેન પોવેલ, મનીષ પાંડે, સ્પેન્સર જોહ્ન્સન, લવનીથ સિસોદિયા, અજિંક્ય રહાણે, અનુકુલ રોય, મોઈન અલી, ચેતન સાકરિયા.
આ પણ વાંચો, Ahmedabad: અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા https://www.instagram.com/timenewsguj