બાપુનગરમાં 8 કિલો ગાંજા સાથે બે આરોપી ઝડપાયા, કિંમત રૂ. 4.12 લાખ

બાપુનગર વિસ્તારમાં આવેલ મણિલાલ મયુરદાસની ચાલીમાં રહેતા મોહંમદ તાહીર અબ્દુલ કરીમ ભુરજી અંગે પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે તે પોતાના ઘર નજીક આવેલા એક તૂટેલા મકાનમાં ગાંજાનું છૂટક વેચાણ કરતો હતો. આ બાતમીના આધારે એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ની ટીમે તાત્કાલિક દરોડો યોજ્યો હતો.
દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી કુલ 8.142 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો, જેની અંદાજિત કિંમત લગભગ રૂ. 4.12 લાખ ગણવામાં આવે છે. આ કાર્યવાહી દરમિયાન મોહંમદ તાહીર અબ્દુલ કરીમ ભુરજી સાથે કરણ સુનિલભાઈ કોકુલવાલને પણ ઝડપી લેવામાં આવ્યા હતા.
પોલીસ દ્વારા બંને આરોપીઓની વિગતવાર પૂછપરછ કરતાં ખુલ્યું હતું કે તેઓ આ ગાંજો મણિલાલ મયુરદાસની ચાલીમાં રહેતા સિકંદર અહેમદ અબ્દુલ કરીમ પાસેથી લાવતા હતા અને બાદમાં તેને નાના પેકેટમાં વહેંચીને છૂટક વેચાણ કરતા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે લગભગ 15 દિવસ પહેલાં જ તેઓ સિકંદર પાસેથી આ ગાંજાનો જથ્થો લાવ્યા હતા.
હાલ પોલીસ સિકંદર અહેમદ અબ્દુલ કરીમને ઝડપી લેવા માટે સક્રિય પ્રયાસો કરી રહી છે અને તેના પકડાવવા માટે જુદા જુદા સ્તરે તપાસ આગળ વધારી રહી છે.
ગાંધીનગર જિલ્લામાં ચૂંટણી માટે કડક પોલીસ બંદોબસ્ – https://www.instagram.com/reel/DXgf-e7jfB7/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: રાજ્ય ચૂંટણી આયોગનો મોટો નિર્ણય, એજન્ટ નિમણૂકના નિયમોમાં ફેરફાર