‘TMCના ગુંડાઓ શરણાગતિ સ્વીકારે, 4 મે પછી કોઈ બચશે નહીં’, PM મોદીનું ફાઈનલ અલ્ટીમેટમ

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો પારો ચરમસીમાએ પહોંચ્યો છે. રવિવારે બાંકુરા ખાતે એક વિશાળ જનસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને મમતા બેનર્જી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ TMCના ‘ગુંડાઓ અને સિન્ડિકેટ’ને અલ્ટીમેટમ આપતા કહ્યું કે, જો તેઓ સુધરશે નહીં તો પરિણામો ભોગવવા તૈયાર રહે.
પીએમ મોદીએ મંચ પરથી ગર્જના કરતા કહ્યું, “હું TMCના તમામ ગુંડાઓ, સિન્ડિકેટ અને ભ્રષ્ટ તત્વોને છેલ્લી તક આપી રહ્યો છું. 29 એપ્રિલ પહેલા તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં શરણાગતિ સ્વીકારી લો. યાદ રાખજો, 4 મે (ચૂંટણી પરિણામો) પછી કોઈને પણ છોડવામાં આવશે નહીં. બિષ્ણુપુરના માફિયાઓ અને TMCની સિન્ડિકેટ કાન ખોલીને સાંભળી લે, હવે આ અત્યાચાર સહન કરવામાં આવશે નહીં.”