અલ નીનો માત્ર ભારતનું ચોમાસું જ નહિ બગાડે, અનેક દેશોના હવામાનમાં ઉથલપાથલ કરશે, આવી રહેશે તેની અસર

પહેલા તો એ જાણવું જરૂરી છે કે અલ નીનો શું છે. અલ નીનો એક કુદરતી મોસમી ઘટના છે. જે પ્રશાંત મહાસાગરના મધ્ય અને પૂર્વીય વિસ્તારોમાં હોય છે. અલ નીનો પ્રશાંત મહાસાગરમાં પાણી ગરમ હોવાની સ્થિતિ છે. સામાન્ય દિવસોમાં સમુદ્રનું પાણી ઠંડું રહે છે, પરંતું અલ નીનોમાં મધ્ય અને પૂર્વીય પ્રશાંત મહાસાગરમાં સમુદ્રના પાણીનું તાપમાન વધી જાય છે. ગરમી 0.5 ડિગ્રી સેલ્સિયસથી વધી જાય છે. અલ નીનો ચોમાસાની હવાઓને નબળી બનાવી દે છે. જેનાથી ભારતમાં ઓછો વરસાદ થાય છે.
ઓસ્ટ્રેલિયાના હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર, હાલમાં ચાલી રહેલ ઠંડા લા નીનાની સ્થિતિ હવે સમાપ્ત થવા આવી રહી છે. તેનાથી પ્રશાંત મહાસાગરમાં તાપમાન સામાન્ય સ્તર પર પહોંચવા અને આગળ ચાલીને ગરમ અલ નીનોની સ્થિતિમાં બદલવાનો રસ્તો સાફ થઈ ગયો છે. અમેરિકાના મોસમ વિભાગનું અનુમાન છે કે, 2026 ના મધ્યથી અલ નીનો શરૂ થવાના લગભગ 66 ટકા શક્યતા છે. જે વર્ષના અંત સુધી ચાલુ રહેશે.
અલ નીનોના સક્રિય થવાથી વૈશ્વિક તાપમાનમાં 0.2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. જો પ્રશાંત મહાસાગરનું તપમાન સામાન્યથી 1.5 ડિગ્રી સેલ્સિયસથી વધુ થઈ ગયુ તો તે મજબૂત અલ નીનો હોવાનું માનવામાં આવશે. વર્ષના અંતમાં આ મજબૂત ચરણની શક્યતા અંદાજે 33 ટકા વ્યક્ત કરવામાં આવી છે. આ કારણે વૈશ્વિક તાપમાન વધી શકે છે. તેના કારણે યુનાઈટેડ કિંગડમમાં શિયાળામાં વધારે ઠંડી પડી શકે છે. અલગ અલગ વિસ્તારોમાં તેની અસર અલગ અલગ અનુભવાશે. પરંતું કુલ મળીને તાપમાન વધવાની પણ શક્યતા છે.
ગત વખતે વર્ષ 2015-16 માં આવનારા શક્તિશાળી અલ નીનોએ પૃથ્વીના તાપમાનને રેકોર્ડ સ્તર પર પહોંચાડી દીધું છે. ઉત્તર ધ્રુવીય ક્ષેત્રમાં બરફ પીગળ્યો હતો, અને સમુદ્રી તાપમાન વધ્યો હતો. વૈજ્ઞાનિક એ જ પેટર્ન ફરી આવશે તેવા સંકેતના ભણકારા છે. યુનાઈડેટ કિંગડમ હવામાન ઓફિસ અનુસાર, પ્રશાંત મહાસાગરના ગરમ થવાથી બ્રિટનનો શિયાળો સામાન્ય કરતા વધુ ઠંડો બની જશે. જોકે, આ પ્રભાવમાં મોડું પણ થઈ શકે છે. સમુદ્રી તાપમાન બદલવાના લાંબા સમય બાદ આ અસર જોવા મળી શકે છે.