સ્થાનિક ચૂંટણીમાં દાઉદ અને પાકિસ્તાનની એન્ટ્રી! પક્ષોની નિવેદનબાજીમાં જનતાના મુદ્દા ભૂલાયા

Oplus_131072

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગટર, પાણી અને રોડ-રસ્તા જેવા પાયાના મુદ્દાઓ હવે ગૌણ બની ગયા છે. પ્રચારમાં ફરી એકવાર વિવાદાસ્પદ મુદ્દાઓએ સ્થાન લીધું છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ દ્વારા ‘પાકિસ્તાન’, ‘ISI’ અને અંડરવર્લ્ડ ડોન ‘દાઉદ ઇબ્રાહિમ’ના નામો ઉછાળવામાં આવતા રાજકીય માહોલ ગરમાયો છે.

અમદાવાદમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે એક અત્યંત વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે આક્ષેપ કર્યો કે, કોંગ્રેસના ઉમેદવારોનો નાતો ડોન દાઉદ ઇબ્રાહિમ સાથે છે અને તેઓ પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISI સાથે પણ જોડાયેલા છે. રાજકીય નિષ્ણાતોના મતે, મતોનું ધ્રુવીકરણ કરવા માટે આ પ્રકારના નિવેદનોનો આશરો લેવામાં આવી રહ્યો છે. બીજી તરફ, કોંગ્રેસે આ નિવેદનને માત્ર ભાજપની ચૂંટણી જીતવાની વ્યૂહરચના ગણાવી છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સામાન્ય રીતે સ્થાનિક પ્રશ્નો જેમ કે પીવાનું શુદ્ધ પાણી, ગટર વ્યવસ્થા અને માળખાગત સુવિધાઓ પર લડાતી હોય છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં નેતાઓ વચ્ચેની આ આક્રમક નિવેદનબાજીમાં સામાન્ય જનતાના પાયાના પ્રશ્નો વિસરાઈ ગયા હોય તેવું જણાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *