બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર આરોપીને દબોચી લીધો, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા

ગુજરાતની સ્કૂલો, પોસ્ટ ઓફિસ અને વિવિધ કોર્ટને મેઈલ કરીને બોમ્બ વિસ્ફોટ કરીને ઉડાવી દેવાની ધમકી આપનારો શખસ આખરે ઝડપાઈ ગયો છે. આ સંવેદનશીલ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પશ્ચિમ બંગાળથી પહેલી ધરપકડ કરી છે.
અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચાસ્પદ બનેલા ધમકીભર્યા ઈમેઈલ કેસમાં શહેર ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ટેકનિકલ સર્વેલન્સ અને સઘન તપાસના આધારે પોલીસે આ કેસના મુખ્ય આરોપીને પશ્ચિમ બંગાળથી દબોચી લીધો છે. શહેરમાં ભયનો માહોલ ઉભો કરનારા આ ઈમેઈલ ક્યાંથી અને કોણે કર્યા હતા, તે દિશામાં ચાલી રહેલી તપાસમાં આ પ્રથમ મહત્વની ધરપકડ માનવામાં આવી રહી છે. હાલ પોલીસ આરોપીને અમદાવાદ લાવવાની તજવીજ હાથ ધરી રહી છે, જેથી આ ગુના પાછળના અન્ય હેતુઓ અને સાથીદારો વિશે વધુ ખુલાસો થઈ શકે.
શાળા, સરકારી કચેરીઓ અને એરપોર્ટને બોમ્બ ધમકીવાળા ઇમેઇલ શા માટે મોકલવામાં આવે છે, સાયબર એક્સપર્ટના મતે આવા ધમકીભર્યા ઇમેઇલ મોકલવાના મુખ્ય બે પ્રકારના હેતુ છે.
- ડર અને ગભરાટ ફેલાવવો:
સાયબર અપરાધીઓનું મુખ્ય હથિયાર ડર છે. એક ખોટી ધમકીથી શાળા ખાલી કરાવવી પડે,એરપોર્ટ બંધ થાય,ઓફિસનું કામ અટકી જાય,જનતામાં ભય અને અફરાતફરી ફેલાય. - સુરક્ષા વ્યવસ્થાની પરીક્ષા કરવી:
આવા ઇમેઇલથી અપરાધીઓ એ બાબતને જાણવાની કોશિશ કરે છે,પોલીસ કેટલી ઝડપથી પહોંચે છે,બિલ્ડિંગ કેવી રીતે ખાલી કરાય છે,કઈ કચેરી પહેલાં પ્રતિક્રિયા આપે છે, પરિણામે આ માહિતી ભવિષ્યમાં બીજા ગુનાઓ માટે ઉપયોગમાં લઈ શકાય છે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો:સુરતમાં પૂરઝડપે બાઈક હંકારતા ધોરણ 9ના બે વિદ્યાર્થીઓના મોત