Pakistan: પાકિસ્તાનમાં આતંકીઓએ ટ્રેન કરી હાઇજેક, 450 મુસાફરોને બનાવ્યા બંધક

પાકિસ્તાનમાં આતંકીઓએ ટ્રેન હાઇજેક કરવાનો દાવો કર્યો છે. બલૂચ લિબરેશન આર્મીના સંગઠને દાવો કર્યો છે કે તેને બોલનમાં જાફર એક્સપ્રેસને હાઇજેક કરી છે અને 400થી વધુ લોકોને બંધક બનાવી લીધા છે. બલૂચ લિબરેશન આર્મીએ ચેતવણી પણ આપી છે કે તેમના વિરૂદ્ધ કોઇ સૈન્ય કાર્યવાહી કરવામાં આવી તો મુસાફરોને જાનથી મારી નાખશે. આ ઘટનામાં અત્યાર સુધી કૂલ છ સૈન્યકર્મી માર્યા ગયા છે. મળતી માહિતી અનુસાર પેસેન્જર ટ્રેનમાં 450 મુસાફર સવાર હતા.

ટ્રેનમાં સેના અને ISIના લોકો પણ સામેલ હતા

બંધકોમાં પાકિસ્તાની સેના, પોલીસ, આતંકવાદ વિરોધી દળ (ATF) અને ઇન્ટર સર્વિસેજ ઇન્ટેલિજન્સ (ISI)ના એક્ટિવ ડ્યુટી કર્મી સામેલ છે. આ તમામ રજા પર પંજાબ જતા હતા. 

મહિલા અને બાળકોને છોડવામાં આવ્યા

ઓપરેશન દરમિયાન BLAના આતંકીઓએ મહિલાઓ,બાળકો અને બલૂચ મુસાફરોને છોડી મુક્યા છે. મળતી માહિતી અનુસાર, BLAની ફિદાયીન યૂનિટ, મજીદ બ્રિગેડ આ મિશનને લીડ કરી રહી છે જેમાં ફતેહ સ્કવોર્ડ, એસટીઓએસ અને જાસુસી શાખા જિરાબ સામેલ છે.

બે વર્ષ પહેલા જાફર એક્સપ્રેસમાં થયો હતો બ્લાસ્ટ

16 ફેબ્રુઆરી 2023એ પણ પેશાવરથી ક્વેટા જતી જાફર એક્સપ્રેસમાં બ્લાસ્ટ થયો હતો જેમાં 2 લોકોના મોત થયા હતા. આ બ્લાસ્ટ ત્યારે થયો હતો જ્યારે ટ્રેન ચિચાવતની રેલવે સ્ટેશનને પાર કરી રહી હતી. હુમલાની જવાબદારી તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)એ લીધી હતી.જાફર એક્સપ્રેસ ક્વેટાથી પેશાવર વચ્ચે દોડે છે. 25 અને 26 ઓગસ્ટ 2024 દરમિયાન રાત્રે બલૂચ લિબરેશન આર્મી (BLA)એ કોલપુર અને માચ વચ્ચે એક બ્રિજને ઉડાવી દીધો હતો જે બાદ ટ્રેન રોકવામાં આવી હતી. 11 ઓક્ટોબર 2024માં ફરી ટ્રેન વ્યવહાર શરૂ થયો હતો.

આ પણ વાંચો, KL Rahul: કેએલ રાહુલે ફગાવી દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ, આ ગુજરાતી બની શકે છે કેપ્ટન

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *