ભારતે ઓસ્ટ્રેલિયા સામે અમદાવાદમાં મળેલી હારનો બદલો દુબઈમાં લીધો:ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં સતત ત્રીજીવાર ફાઈનલમાં પહોંચી

ભારતે અમદાવાદમાં મળેલી ODI વર્લ્ડ કપ ફાઈનલની હારનો બદલો લઈ લીધો છે. ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં સતત ત્રીજીવાર ફાઈનલમાં પહોંચી છે. ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. સેમિફાઈનલમાં ચેઝ માસ્ટર વિરાટ કોહલી પ્લેયર ઓફ ધ મેચ બન્યો છે. તેણે 84 રનની ખૂબ જ મહત્વપૂર્ણ ઇનિંગ રમી.
મંગળવારે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી સેમિફાઈનલમાં કોહલીએ રન ચેઝમાં 3 મોટી ભાગીદારી પણ કરી હતી. તેણે શ્રેયસ અય્યર સાથે 91 રનની, અક્ષર પટેલ સાથે 44 રન અને કેએલ રાહુલ સાથે 47 રન રન બનાવ્યા. આ પાર્ટનરશિપે રન ચેઝને સરળ બનાવ્યો. અંતે, હાર્દિક પંડ્યાએ ઝડપી 28 રન બનાવ્યા અને કેએલ રાહુલે છગ્ગો ફટકારીને જીત મેળવી. તે 42 રન બનાવીને અણનમ પરત ફર્યો.
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરીને 265 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન સ્ટીવ સ્મિથે 73 અને એલેક્સ કેરીએ 61 રન બનાવ્યા. ભારતીય બોલર્સે ઓસ્ટ્રેલિયાને ઓલઆઉટ કરી દીધું હતું. મોહમ્મદ શમીએ 3 વિકેટ, રવીન્દ્ર જાડેજા અને વરુણ ચક્રવર્તીએ 2-2 વિકેટ લીધી.
આ પણ વાંચો, Gujarat: બે વર્ષમાં રાજ્યમાં 265 સિંહ અને સિંહબાળના મૃત્યુ, સિંહ-દીપડાના મૃત્યુઆંક જાહેર