Gujarat: બે વર્ષમાં રાજ્યમાં 265 સિંહ અને સિંહબાળના મૃત્યુ, સિંહ-દીપડાના મૃત્યુઆંક જાહેર

એશિયાઈ સિંહો આપણું ગૌરવ છે અને આ ગૌરવવંતા સિંહોને જોવા માટે વિશ્વભરમાંથી પર્યટકો ગીરમાં ફરવા માટે આવે છે.પરંતુ છેલ્લા ઘણા સમયથી ગીરમાં સિંહને લઈને ગેરપ્રવૃત્તિઓ થઈ રહી છે. પર્યટકોને સિંહ દર્શન કરાવવા માટે ગેરકાયદેસર લાયન શો યોજવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ ઘણી ગીર સફારીમાં પણ સિંહની પજવણી મુદ્દે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. સરકાર અને વન વિભાગ પણ થોડા ઘણા અંશે એશિયાઇ સિંહો, રમણીય જંગલ તેમજ વારસાને બચાવવા માટે પ્રત્યનશીલ છે. અને તેના જ લીધે સિંહોની સંખ્યા વધી છે પણ સામે હવે 2 વર્ષમાં રાજ્યમાં 265 સિંહ મોતના સમાચારનો આંકડો આવતા ચિંતાનો વિષય પણ છે કે શું ગુજરાતની શાન સિંહ ધીમે ધીમે લુપ્ત થવાનો ખતરો તોળાઈ રહ્યો છે. MLA શૈલેષ પરમારના પ્રશ્ન પર સરકારે સિંહનો મૃત્યુઆંક વધ્યો હોવાનો સ્વિકાર કર્યો છે.

રાજ્યમાં સિંહ અને સિંહ બાળનાં મૃત્યુ ચિંતાજનક વધારો નોંધાયો છે. સિંહ અને સિંહ બાળના મૃત્યુઆંક સામે આવ્યા છે. બે વર્ષમાં રાજ્યમાં 265 સિંહ અને સિંહબાળના મૃત્યુ થયા છે. 102 સિંહ અને 126 સિંહબાળના કુદરતી મૃત્યુ થયા છે. 41 સિંહ અને 17 સિંહ બાળના અકુદરતી મૃત્યુ થયા છે. સાલ 2023માં 121 સિંહ અને સિંહ બાળના મૃત્યુ થયા હતા. સાલ 2024માં 165 સિંહ અને સિંહ બાળના મૃત્યુ થયું છે.

સિંહ બાદ ગુજરાતના જંગલોમાં મોટી સંખ્યામાં દીપડાઓનો પણ વસવાટ જોવા મળે છે. ત્યારે રાજ્યમાં બે વર્ષમાં 456 દિપડાના મૃત્યુ નોંધાયા હોવાનું ખુલ્યું છે. 201 દિપડા અને 102 બાળ દિપડાના કુદરતી મોત થયા છે. 115 દિપડા અને 38 બાળ દિપડાના અકુદરતી મૃત્યુ થયું છે. વર્ષ 2023માં 225 તો વર્ષ 2024માં 231 દિપડાના મૃત્યુ થયું છે. સરકારે મૃત્યુ ઘટાડવા લીધેલા પગલાની વિગતો જાહેર કરી છે.

આ પણ વાંચો, Surat: સુરતમાં ફાયર જવાનોને પણ બોડીવોર્ન કેમેરા અપાશે, ગાડીઓ GPSથી સજ્જ કરાશે

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL/videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *