જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં હવામાં રોપવે ખરાબ, 300 પર્યટકો ફસાયા, બચાવ અભિયાન જારી

જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગ રોપવેમાં ખામી આવ્યા બાદ મોટી સંખ્યામાં પ્રવાસીઓ હવામાં ફસાયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આશરે 300 લોકો રોપવેની કેબિનમાં ફસાયા છે. રોપવેની કેબિન અચાનક અટકી જતાં અફરા-તફરી મચી ગઈ હતી. હવામાં ફસાયેલા પર્યટકો ડરી ગયા હતા. તત્કાલ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. તેમાં સેના, પોલીસ અને વહીવટી તંત્રની ટીમ સામેલ છે. મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કહ્યુ કે સ્થિતિ પર અમારી નજર છે. કોઈએ ગભરાવાની જરૂર નથી.

ગુલમર્ગમાં એસડીઆરએફ, એનડીઆરએફ અને ગુલમર્ગ ગંટોલાની ક્યૂઆરટી ટીમે તત્કાલ રાહત અને બચાવની કામગીરી શરૂ કરી છે. ખરાબ હવામાનને કારણે રેસ્ક્યુમાં થોડી સમસ્યા આવી રહી છે. તાજેતરમાં કાશ્મીરમાં વરસાદ અને ઓલાવૃષ્ટિ રહી છે. સીડીઓની મદદથી રેસ્ક્યુ ટીમ દરેક કેબિન સુધી પહોંચી રહી છે. કલાકોના પ્રયાસ બાદ મોટા ભાગના પર્યટકોને બહાર કાઢવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી કાર્યાલય તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું કે તકનીકી ખામીને કારણે ગુલમર્ગ ગોંડાલા કેબલ કાર સેવા અસ્થાયી રૂપે બંધ થયા બાદ સરકાર સ્થિતિ પર નજર રાખી રહી છે. બધી કેબિન સુરક્ષિત છે અને ફસાયેલા પર્યટકોને સુરક્ષિત કાઢવા માટે ટ્રેન્ડ ટીમો બચાવ કાર્યમાં લાગી છે. સ્થિતિ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં છે અને કોઈએ ગભરાવાની જરૂર નથી.

ટેક્નિકલ ટીમનું કહેવું છે કે કેબિલ સિસ્ટમ ખુબ મજબૂત છે. કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી. કેબલને ખેંચનાર મોટરને રોકી દેવામાં આવી છે.

ગુલમર્ગ માટે રવાના થયા ડીજીપી
જમ્મુ-કાશ્મીરના ડીજીપી નલિન પ્રભાત ગુલમર્ગ માટે રવાના થયા છે. બચાવ અભિયાન ચાલી રહ્યું છે અને વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે હાજર છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: http://અમૃતસરમાં કોમેડિયન કપિલ શર્માના ઘર પર ફાયરિંગ, હુમલાખોરો બાઈક લઈને આવ્યાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *