નિવૃત્ત IAS પ્રદીપ શર્માને મોટો ફટકો, ED કોર્ટે દોષિત જાહેર કર્યા, હવે થશે સજાનું એલાન

અમદાવાદમાં નિવૃત્ત IAS અધિકારી પ્રદીપ શર્માને લઈને ચાલી રહેલા વર્ષો જૂના કેસનો આજે ચુકાદો આવ્યો છે. ઉચ્ચ પદ પર રહેલા અધિકારી પ્રદીપ શર્મા પર જિંદાલ કંપનીને ગેરકાયદે જમીન વેચાણમાં સહાય કરવાનો આરોપ હતો. આ મામલાની ગંભીરતા અને તેમાં સંડોવાયેલા આર્થિક વ્યવહારોને ધ્યાનમાં રાખીને ED લાંબા સમયથી તપાસ ચલાવી રહી હતી. અંતે કોર્ટએ આ કેસમાં મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે.

ED કોર્ટએ પ્રદીપ શર્માને દોષિત જાહેર કર્યા છે. કોર્ટમાં વર્ષોથી ચાલતી સુનાવણીઓ, પુરાવા અને તપાસની વિગતો આધારે નિર્ણય આવ્યો છે કે જિંદાલ કંપનીને જમીન વેચાણ પ્રક્રિયામાં અનેક ગેરરીતિઓ કરવામાં આવી હતી અને એમાં શર્માની સીધી ભૂમિકા હતી. એવું માનવામાં આવે છે કે આ જમીન ટ્રાન્ઝેક્શન સરકારને નુકસાન પહોંચાડે તે રીતે કરવામાં આવ્યો હતો.

આ પુરા કેસ દરમિયાન ED એ દાવો કર્યો હતો કે જમીન વેચાણ પ્રક્રિયા જાણે-બૂઝે ગેરકાયદે રીતે દોરી શકાય તે રીતે શર્માએ પોતાના પદનો દુરુપયોગ કર્યો હતો. ED દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજો, બેન્કિંગ ટ્રેઇલ, અને જમીનની કિંમતોમાં થયેલા ગોટાળાને આધારે કોર્ટએ EDના દાવામાં મજબૂત આધાર માન્યો છે.

હવે કોર્ટે પ્રદીપ શર્માને દોષિત જાહેર કર્યા બાદ, આગામી તબક્કામાં નામદાર કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવશે. કોર્ટ શું સજા આપે છે, કેટલા વર્ષની સજા થાય છે, કે કોઈ દંડ પણ વસૂલવામાં આવશે કે નહીં તે અંગે બધાની નજર હવે આગામી સુનાવણી પર ટકેલી છે. સજા સંબંધી નિર્ણય ટૂંક સમયમાં જ જાહેર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *