ખેડામાં સામૂહિક દુષ્કર્મના 8 આરોપીઓનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું, નગ્ન ફોટા-વિડીયોથી દુષ્કર્મ આચરતાં

ખેડા જિલ્લાના ચાંદણા ગામમાં બનેલી હચમચાવી દેતી ઘટનામાં પોલીસે સામૂહિક દુષ્કર્મના કેસમાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે, જેમાં 8 આરોપીઓને સ્થળ પર લઈ જઈ સમગ્ર ઘટનાક્રમ ફરીથી રજૂ કરાવવામાં આવ્યો હતો.
માહિતી અનુસાર, 17 વર્ષની સગીરાને વર્ષ 2023 થી લઈને 2025 સુધી સતત શારીરિક શોષણનો ભોગ બનવું પડ્યું હતું. આરોપીઓએ સગીરાના નગ્ન ફોટા અને વીડિયો ઉતારી તેને બ્લેકમેઇલ કરી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. તેઓએ આ વીડિયો અને ફોટાઓ સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી સગીરાને ડરાવી રાખી હતી.
આ ઉપરાંત, સગીરાને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવતી હતી, જેના કારણે તે લાંબા સમય સુધી મૌન રહી હતી. ઘટનાની ગંભીરતા સામે આવતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે.
આ સમગ્ર મામલે પોલીસે કુલ 9 આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે. જેમાંથી 8 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. જ્યારે 1 આરોપી હજુ ફરાર છે. પોલીસે ફરાર આરોપીની શોધખોળ તેજ કરી છે.
પોલીસના જણાવ્યા મુજબ, રિકન્સ્ટ્રક્શન દ્વારા વધુ પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને ટૂંક સમયમાં તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી રહી છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ખેડા જિલ્લામાં સગીરા પર ગેંગરેપનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જેમાં એકથી વધુ આરોપીઓ દ્વારા લાંબા સમય સુધી શોષણ કરવામાં આવ્યું હોવાનો આરોપ છે. પોલીસ દ્વારા નોંધાયેલી ફરિયાદ મુજબ, આ ઘટનાની શરૂઆત લગભગ બે વર્ષ પહેલાં થઈ હતી. જ્યારે મુખ્ય આરોપી પરવેઝ પઠાણે સગીરાને પ્રેમના જાળમાં ફસાવી હતી.