મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને રાહત, વિપક્ષનો મહાભિયોગ પ્રસ્તાવ રાજ્યસભામાં નામંજૂર

Oplus_131072

ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા મહાભિયોગ પ્રસ્તાવને રાજ્યસભાના સભાપતિએ ફગાવી દીધો છે. આ પ્રસ્તાવ 12 માર્ચના રોજ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં 193 સાંસદોએ સહી કરી હતી.

સભાપતિએ આ મામલે ગંભીર વિચાર-વિમર્શ કર્યા બાદ અને તમામ પાસાઓનું નિષ્પક્ષ મૂલ્યાંકન કર્યા પછી ન્યાયાધીશ (તપાસ) અધિનિયમ-1968 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને પ્રસ્તાવને સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. આ નિર્ણયથી મુખ્ય ચૂંટણી કમિશનરનો કાર્યકાળ હવે સુરક્ષિત બન્યો છે અને તેમની સામેની કોઈ પણ કાયદાકીય પ્રક્રિયા આગળ વધશે નહીં.

વિપક્ષે ચૂંટણી કમિશનર પર સાત ગંભીર આરોપો કર્યા હતા
વિપક્ષ દ્વારા ચૂંટણી કમિશનર પર પક્ષપાત અને ગેરરીતિના સાત ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. તેમાં મુખ્યત્વે બિહાર અને પશ્ચિમ બંગાળમાં વોટર લિસ્ટના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અભિયાન દરમિયાન લાખો લોકોના મતાધિકાર છીનવાઈ ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

વિપક્ષનો એવો પણ આક્ષેપ હતો કે જ્ઞાનેશ કુમારે સત્તાધારી પક્ષને ફાયદો કરાવવા માટે ભેદભાવભર્યું વલણ અપનાવ્યું હતું. જોકે, સભાપતિએ આ તમામ આરોપો અને રજૂ કરાયેલા પુરાવાઓને અપૂરતા માનીને પ્રસ્તાવને રદ કર્યો છે, જેને બંધારણીય સંસ્થાઓની સ્વાયત્તતા જાળવી રાખવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: તો શું આજે કઈંક મોટું થવાનું છે ? શું કરશે ટ્રમ્પ ? વિશ્વના શેરબજારોમાં ગભરાટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *