તો શું આજે કઈંક મોટું થવાનું છે ? શું કરશે ટ્રમ્પ ? વિશ્વના શેરબજારોમાં ગભરાટ

વિશ્વભરના શેરબજારોમાં અચાનક અસ્થિરતા જોવા મળી રહી છે અને રોકાણકારો ગભરાટમાં છે. આ પરિસ્થિતિનું મુખ્ય કારણ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને અપાયેલી કડક ચેતવણી માનવામાં આવી રહી છે. મંગળવારને લઈને ઉભી થયેલી અનિશ્ચિતતાએ વૈશ્વિક માર્કેટમાં દબાણ વધાર્યું છે.
એશિયન બજારોમાં શરૂઆતથી જ નબળાઈ જોવા મળી. Nikkei 225, Hang Seng Index અને KOSPI જેવા મુખ્ય સૂચકાંકો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. આ સાથે જ યુરોપના DAXમાં પણ નબળાઈ જોવા મળી, જે વૈશ્વિક સ્તરે ભયનો સંકેત આપે છે.
ભારતીય બજાર માટે આગાહી મનાતું GIFT Nifty પણ નોંધપાત્ર રીતે નીચે આવ્યું, જે સ્થાનિક રોકાણકારો માટે ચિંતાજનક સંકેત છે. વૈશ્વિક પરિસ્થિતિને કારણે ભારતીય શેરબજાર પર પણ દબાણ આવવાની શક્યતા વધી છે. અમેરિકન માર્કેટમાં પણ કમજોરીનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. Dow Jones Futures અને S&P 500 બંને ઘટાડા સાથે બંધ થયા હતા, જે વૈશ્વિક બજારોમાં નકારાત્મક ભાવનાને વધુ મજબૂત બનાવે છે.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ઈરાનના ઉર્જા માળખા અને પુલોને નિશાન બનાવવાની ધમકી આપતા બજારોમાં અચાનક ચિંતાનો માહોલ ઊભો થયો છે. ખાસ કરીને હોર્મુઝ જળમાર્ગને લઈને આપવામાં આવેલી ચેતવણીના કારણે વૈશ્વિક વેપાર અને તેલ સપ્લાય પર અસર થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: http://અમદાવાદ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ દિશા વાકાણી અને મયુર વાકાણીના પિતા ભીમ વાકાણીનું નિધન