ચૂંટણી દરમિયાન અચાનક હાર્ટએટેકથી બુથ કર્મચારીનું કરૂણ મોત, પરિજનો શોકમગ્ન

Oplus_131072

ગુજરાતમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે એક દુઃખદ ઘટના સામે આવી છે. આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના સાંસેજ ગામે મતદાન દરમિયાન ફરજ પર રહેલા એક કર્મચારીનું હાર્ટ એટેકથી અવસાન થયું હોવાનું સામે આવ્યું છે, જેના કારણે વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

માહિતી મુજબ સાંસેજ ગામના બુથ નંબર-1 પર અમિત સોલંકી ફરજ બજાવી રહ્યા હતા. મતદાનની પ્રક્રિયા દરમિયાન અચાનક તેમની તબિયત બગડતાં તેઓ બેભાન થઈ ગયા હતા. આ સ્થિતિ જોતા ગ્રામજનો તરત જ મદદ માટે દોડી આવ્યા અને તેમને તાત્કાલિક સારવાર માટે તારાપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

આ તરફ હોસ્પિટલમાં ફરજ પર રહેલા ડૉક્ટરોએ તપાસ કર્યા બાદ અમિત સોલંકીને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક અનુમાન પ્રમાણે હાર્ટ એટેકના કારણે તેમનું મોત થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *