રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે

રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે રાહુલ ગાંધીએ અમદાવાદમાં કાર્યકરોને સંબોધન કર્યું હતું. કાર્યકર્તા સંવાદમાં રાહુલ ગાંધીએ નિવેદન આપતા કહ્યું કે, કાલે હું આવ્યો અને સિનિયર નેતાઓને મળ્યો.  મારો હેતુ હતો કે તમારા દિલની વાત સાંભળું અને સમજુ. મારી અને કોંગ્રેસની ગુજરાતમાં શું જવાબદારી બને છે. હું ગુજરાતમાં માત્ર કોંગ્રેસ પક્ષ માટે નથી આવ્યો.

ગુજરાતના યુવાનો, ખેડૂતો, મહિલાઓ, વેપારીઓ માટે હું આવ્યો છું. 30 વર્ષ થયા આપણે અહીં સરકારમાં નથી. 2017, 2012, 2022, 2007 આ ચૂંટણીઓની જ વાતો થાય છે. આપણે ફક્ત ચૂંટણીની વાતો નથી કરવાની. આપણી જવાબદારી આપણે પૂરી નહીં કરીએ ત્યાં સુધી ગુજરાતની પ્રજા ચૂંટણી નહીં જીતાડે. ગુજરાતની જનતા પાસે સરકાર આપણે માગવી પણ ના જોઈએ. એવું કામ કરીએ કે ગુજરાતની તમામ જનતા કોંગ્રેસ સમર્થન કરે. 

આ પણ વાંચો, Canada: ટોરન્ટોના પબમાં અંધાધૂંધ ફાયરિંગ, 11 લોકો ઇજાગ્રસ્ત

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *