પાકિસ્તાનને સિંધુ જલ સંધિ અને આતંકવાદ મુદ્દે ભારત સાથે કરવી છે વાતચીત, પાક મંત્રીનું નિવેદન

પાકિસ્તાન જ્યારે ચારેતરફથી ઘેરાઈ જાય છે ત્યારે તેને અચાનક વાતચીત કરવાનું યાદ આવે છે. તાજેતરમાં પણ આવું જ થયું છે. પાકિસ્તાનને લાગે છે કે યુદ્ધ અને બળ પ્રયોગથી કોઈ સમસ્યાનું સમાધાન ન થઈ શકે. આતંકવાદ અને સિંધુ જલ સંધિ જેવા મુદ્દા પર ચાલતા વિવાદનું સમાધાન લાવવા પાકિસ્તાન ભારત સાથે વાતચીત કરવા માંગે છે. આ વાત પાકિસ્તાનના કાયદા તેમજ ન્યાય મંત્રી આઝમ તરારએ કરી છે.

વર્લ્ડ બેંકની એક મીટિંગમાં સામેલ થયેલા પાક મંત્રી આઝમ તરાર આ મુદ્દે આઈએએનએસ સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે સિંધુ જલ સંધિ અને આતંકવાદ સહિતના મુદ્દે બંને દેશો વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ મુદ્દાઓનું સમાધાન વાતચીતથી લાવવાની જરૂર છે. આઝમ તરાર એ કહ્યું કે દુનિયાભરના મોટામાં મોટા વિવાદનું સમાધાન પણ વાતચીત અને સમજૂતીથી આવ્યું છે. ભારત અને પાકિસ્તાન એ પણ મતભેદ દુર કરવા વાતચીતનો રસ્તો અપનાવવો જોઈએ.

પાક મંત્રી તરાર એ એવું પણ કહ્યું કે સિંધુ જલ સંધિ મુદ્દે હવે સ્થિતિ બદલી ગઈ છે. કોઈપણ મુદ્દાનું સમાધાન યુદ્ધ કે બળ પ્રયોગથી ન આવી શકે. બંને દેશોની આબાદી 100 કરોડથી વધુ છે. બંને દેશ પરમાણુ શક્તિ સંપન્ન છે. આ સ્થિતિને જોતાં શાંતિ અને સહ અસ્તિત્વની જરૂરીયાત વધી જાય છે.

આતંકવાદ મુદ્દે પાક મંત્રીએ એવું કહ્યું કે પાકિસ્તાન પણ આતંકવાદનો સામનો કરી રહ્યું છે તેવામાં આરોપ-પ્રત્યારોપને બદલે બંને દેશ એ સાથે બેસી આ મુદ્દાનું સમાધાન લાવવું જોઈએ. એકબીજા પર આરોપ લગાવવાથી કોઈ પરિણામ નહીં મળે. તેમણે એવું પણ કહ્યું કે પાકિસ્તાન તો વાતચીત કરવા તૈયાર જ છે.

સિંધુ જલ સંધિ મુદ્દે પાક મંત્રીએ કહ્યું કે પાણી જીવનનો આધાર છે અને આંતરરાષ્ટ્રીય કાયદામાં પણ તટવર્તી દેશોને જળ અધિકારને મહત્વ આપવામાં આવ્યું છે. તેવામાં પાણીને ટકરાવનું કારણ બનાવવાને બદલે બંને દેશ એ પાણી મુદ્દે વાતચીત કરી સમસ્યાનું સમાધાન લાવવું જોઈએ. આ તકે તેમણે એ વાત પણ સ્પષ્ટ કરી દીધી કે પાકિસ્તાન પાણી મુદ્દે વાતચીત કરવા તૈયાર જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *