અમિત શાહની અમદાવાદને ‘દિવાળી ગિફ્ટ’, ઈસ્કોન-સાણંદ ચોકડીનો ઓવરબ્રિજ ખુલ્લો મૂક્યો

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અમદાવાદમાં પરિવાર અને કાર્યકર્તાઓ સાથે નવા વર્ષની ઉજવણી કરવાના છે, તે પહેલા આજે (9 નવેમ્બર) સોમવારે તેમના મતવિસ્તાર ગાંધીનગર લોકસભામાં રૂ. 1,024 કરોડના વિવિધ 30 વિકાસકાર્યોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને આવાસ યોજનાના મકાનોનો ડ્રો કરશે. અમદાવાદ મનપાના હાઉસિંગ અને વોટર પ્રોજેક્ટ્સ સહિતની શહેરી સુવિધાઓના કામોનો સમાવેશ થાય છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદના ઈસ્કોન બ્રિજ ખાતે પહોંચી રૂ. 450 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલા 4.5 કિમી લાંબા સરખેજ-ઈસ્કોન એલિવેટેડ ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કર્યું. આ નવો બ્રિજ ખાસ કરીને સૌરાષ્ટ્ર તરફથી આવતા મુસાફરો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે, જેનાથી વાહનચાલકો કોઈપણ ટ્રાફિક સિગ્નલ વિના સીધા ગાંધીનગર નોનસ્ટોપ પહોંચી શકશે. આ આધુનિક બ્રિજ પરથી રોજના 2 લાખથી વધુ લોકો સરળતાથી અવરજવર કરી શકશે, જેથી એસ.જી. હાઈવે પરની ટ્રાફિક સમસ્યામાં મોટો ઘટાડો થશે. ખાસ તો વાહનચાલકોએ YMCA, પ્રહલાદનગર, કર્ણાવતી ક્લબ જંક્શન પર ઊભા રહેવામાંથી મુક્તિ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *