સરકારી મંજૂરી વિના કોઈ ઉદ્યોગ હવે 12 કલાકની શિફ્ટ નહીં ચલાવી શકે!

ગુજરાત સરકારે ઉદ્યોગો માટે 12 કલાકની શિફ્ટને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. હવે કોઈપણ ઉદ્યોગ સરકારની પૂર્વ મંજૂરી વિના 12 કલાકની શિફ્ટ ચલાવી શકશે નહીં. 12 કલાકની શિફ્ટ માટે કર્મચારીઓની લેખિત સંમતિ પણ ફરજિયાત રહેશે. સાણંદમાં માઈક્રોનના પ્લાન્ટને 12 કલાકની શિફ્ટ માટે પ્રથમ મંજૂરી આપવામાં આવી છે.12 કલાકની શિફ્ટ ચલાવવા માટે રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત રહેશે. સરકારે આ સાથે કર્મચારીઓના હિતોને ધ્યાનમાં રાખીને પણ કેટલાક મહત્વના નિયમો નક્કી કર્યા છે. સાણંદમાં માઈક્રોન સેમિકંડક્ટર ટેક્નોલોજી ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડને 12 કલાકની શિફ્ટ માટે મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં હવે કોઈપણ ઉદ્યોગ 12 કલાકની શિફ્ટ શરૂ કરતા પહેલાં રાજ્ય સરકારની મંજૂરી લેવી પડશે. કંપની પોતાની રીતે 12 કલાકની શિફ્ટ ચલાવી શકશે નહીં. સરકાર દ્વારા મંજૂરી મળ્યા બાદ જ ઉદ્યોગને લાંબી શિફ્ટ ચલાવવાની પરવાનગી મળશે. આ નિર્ણયથી ઉદ્યોગોમાં નિયમિત પ્રક્રિયા અને દેખરેખ જાળવી શકાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.

સાણંદમાં આવેલા માઈક્રોન સેમિકંડક્ટર ટેક્નોલોજી ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના પ્લાન્ટને 12 કલાકની શિફ્ટ ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. ગુજરાતમાં સેમિકંડક્ટર ઉદ્યોગ માટે 12 કલાકની શિફ્ટની આ પ્રથમ મંજૂરી છે. સેમિકંડક્ટર ક્ષેત્રમાં રોકાણ વધારવાના પ્રયાસો વચ્ચે સરકારનો આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

12 કલાકની શિફ્ટમાં કામ કરવા માટે કર્મચારીઓની લેખિત સંમતિ પણ જરૂરી રહેશે. જે કર્મચારી લેખિતમાં સંમતિ આપશે તેને જ 12 કલાકની શિફ્ટમાં કામ કરાવી શકાશે. એટલે કંપનીઓ કર્મચારીઓને તેમની સંમતિ વિના લાંબી શિફ્ટ કરવા માટે ફરજ પાડી શકશે નહીં. આ નિયમ કર્મચારીઓના હિતોને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્યો છે.રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે 12 કલાકની શિફ્ટ માટે પૂર્વ મંજૂરી ફરજિયાત રહેશે. કોઈ ઉદ્યોગ સરકારી મંજૂરી વિના આવી શિફ્ટ ચલાવશે તો તે નિયમોનું ઉલ્લંઘન ગણાશે. સરકારની મંજૂરી આપતી વખતે સંબંધિત ઉદ્યોગની જરૂરિયાતો સાથે કર્મચારીઓના હિતો અને કામકાજની સ્થિતિને પણ ધ્યાનમાં લેવામાં આવશે.

ગુજરાત સરકારના આ નિર્ણયથી ખાસ કરીને મોટા ઔદ્યોગિક અને સેમિકંડક્ટર પ્રોજેક્ટ્સને ફાયદો થઈ શકે છે. ઉત્પાદન પ્રક્રિયામાં લાંબી શિફ્ટની જરૂરિયાત ધરાવતા ઉદ્યોગોને નિયમિત મંજૂરી પ્રક્રિયા હેઠળ કામ કરવાની સુવિધા મળશે. સાથે જ કર્મચારીઓની સંમતિ અને હિતોની જોગવાઈ હોવાથી ઉદ્યોગ વિકાસ અને કામદારોના હિત વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *