બિહારમાં ‘નીતિશ યુગનો અંત’, મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું, રાજ્યપાલને મળ્યાં બાદ નિર્ણય

બિહારની રાજનીતિમાં એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે, જ્યાં લાંબા સમયથી સત્તામાં રહેલા નીતીશ કુમારએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે લોકભવન જઈ રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે.

સત્તા પરિવર્તનની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે. ભારતીય જનતા પાર્ટી વિધાનસભા પક્ષની બેઠકમાં નવા નેતાની પસંદગી માટે તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હોવાનું જાણવા મળે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સમ્રાટ ચૌધરીના નામ પર મંજૂરી મળવાની શક્યતા છે. સાથે જ સરકારમાં એક મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રીની રચના થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.જનતા દળ યુનાઇટેડના કાર્યકારી પ્રમુખ સંજય કુમાર ઝાએ નીતીશ કુમારના કાર્યકાળની પ્રશંસા કરતાં જણાવ્યું કે છેલ્લા બે દાયકામાં બિહાર વિકાસ અને સુશાસનના માર્ગ પર આગળ વધ્યું છે. તેમણે કાયદો-વ્યવસ્થા સુધારાથી લઈને આધારીક સુવિધાઓના વિસ્તરણ સુધીના પ્રયત્નોને મહત્વપૂર્ણ ગણાવ્યા.

243 સભ્યોની વિધાનસભામાં ભાજપ 89 ધારાસભ્યો સાથે સૌથી મોટો પક્ષ છે. NDA ગઠબંધનમાં લોક જનશક્તિ પાર્ટી, હિન્દુસ્તાની અવમ મોરચા અને અન્ય સાથી પક્ષોનો પણ સમાવેશ થાય છે. આજે NDAના તમામ ધારાસભ્યોની બેઠક યોજાઈ રહી છે, જેમાં નવા નેતૃત્વ પર અંતિમ નિર્ણય લેવાશે. રાજ્યમાં નવી સરકાર રચવાની પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં છે.

સત્તાવાર જાહેરાત બાદ રાજ્યપાલને મળીને નવી સરકાર બનાવવાનો દાવો કરવામાં આવશે. માહિતી મુજબ, નવા મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ 15 એપ્રિલે લોકભવન ખાતે યોજાવાનો છે.

Suratના Sarthana Jakatnaka વિસ્તારમાં આવેલી Sant Devidas Societyમાં બે પક્ષો વચ્ચે ધીંગાણું-https://www.instagram.com/reel/DXGpVsBDYsv/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: PM મોદીએ એશિયાના સૌથી લાંબા વાઈલ્ડલાઈફ કોરિડોરનું કર્યું લોકાર્પણ, ઉત્તર ભારતની કનેક્ટિવિટીમાં એક નવો અધ્યાય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *