ઉનાળાની રજાઓમાં અમદાવાદના કાંકરિયા લેક ફ્રન્ટ સહિત કાંકરિયા પરિસરમાં આવેલી તમામ રિક્રિએશન એક્ટિવિટીઝ સોમવારે પણ ચાલુ રહેશે

અમદાવાદ, 25 એપ્રિલ 2026: ઉનાળાની રજાઓ દરમિયાન નાગરિકોને વધુ સુવિધા અને મનોરંજન ઉપલબ્ધ કરાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં સામાન્ય રીતે કાંકરિયા લેક ફ્રન્ટ સહિત કાંકરિયા પરિસરમાં આવેલી તમામ રિક્રિએશન એક્ટિવિટીઝ દર સોમવારે બંધ રહેતા હવે નિર્ધારિત સોમવારના દિવસોમાં પણ જાહેર જનતા માટે ખુલ્લા રાખવામાં આવશે.

આ મુજબ તા. 27-04-2026, તા. 04-05-2026, તા. 11-05-2026, તા. 18-05-2026, તા. 25-05-2026, તા. 01-06-2026 તથા તા. 08-06-2026 ના રોજ સોમવાર હોવા છતાં કાંકરિયા લેકફ્રન્ટ સહિતના પરિસરમાં આવેલા તમામ મુખ્ય આકર્ષણો ખુલ્લા રહેશે.

આ નિર્ણય હેઠળ કાંકરિયા લેકફ્રન્ટ, કિડ્સ સિટી, નોક્ટર્નલ ઝૂ (પ્રાણી સંગ્રહાલય), બાલવાટિકા, નગીનાવાડી, બટરફ્લાય પાર્ક તેમજ અન્ય તમામ રિક્રિએશન પ્રવૃત્તિઓ નાગરિકો માટે ઉપલબ્ધ રહેશે. ઉનાળાની રજાઓ દરમિયાન બાળકો અને પરિવાર સાથે ફરવા આવતા નાગરિકોને વધુ સમય અને સુવિધા મળી રહે તે માટે આ પહેલ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને આ વિશેષ સુવિધાનો પૂરતો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *