ટાઇગર શ્રોફ હુમલા કેસમાં મોટા સમાચાર: રાજસ્થાનના કોટામાંથી 3 શંકાસ્પદ આરોપીઓની અટકાયત

ટાઇગર શ્રોફ પર હુમલો કરનાર આરોપીની કોટાથી અટકાયત કરવામાં આવી છે. રેલવે કોલોની પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ શૂટરો ઝડપાયા છે. પરંતુ કોટા શહેર પોલીસે તેની ધરપકડની પુષ્ટિ કરી નથી. 16 કલાકની અંદર-અંદર પોલીસે ત્રણેય શંકાસ્પદ આરોપીઓને ઝડપી લીધા છે. હાલ આ મામલાની તપાસ ચાલી રહી છે.

ટાઇગર શ્રોફ હુમલાના મામલામાં કુલ ત્રણ લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. તેમને કોટા રેલવો કોલોનીમાંથી ઝડપવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણેય મુંબઈથી લોકલ ટ્રેન પકડીને નીકળ્યા હતા. પુણે મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાં તે હોવાની સૂચના આપવામાં આવી હતી. ત્રણ આરોપીઓમાંથી એક બિહારનો રહેવાસી છે.

18 ઓક્ટોબરની સાંજે 7 કલાકે ટાઇગર શ્રોફ જુહૂના ફુટબોલ મેદાનમાંથી નીકળી રહ્યો હતો. ત્યારે કેટલાક ફેન્સ પણ ત્યાં હાજર હતા. આ દરમિયાન અજાણ્યા હુમલાખોરો ત્યાં પહોંચ્યા અને અચાનક ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં ટાઇગર બચી ગયો, પરંતુ તેના ડ્રાઇવરને ઈજા પહોંચી છે. ટાઇગરની સાથે તે સમયે કરણવીર મેહરા અને અભિષેક બજાજ પણ હતા, જેની ગાડીઓ તેની પાછળ ચાલી રહી હતી.

ટાઇગર શ્રોફ પર હુમલાના મામલામાં મુંબઈ પોલીસે રાજસ્થાનમાં ઘણી જગ્યાએ દરોડો પાડ્યા. ટાઇગર શ્રોફ પર હુમલો કરનાર ત્રણેય શૂટર રાજસ્થાનના કોટાથી ઝડપાયા છે. આ શૂટરો ફાયરિંગમાં સામેલ હતા. ટ્રેનમાંથી ત્રણેયને ઝડપી લેવામાં આવ્યા છે. ટ્રેન મુંબઈથી દિલ્હી જઈ રહી હતી. કોટા રેલવે સ્ટેશન પરથી આ ધરપકડ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *