અરબ સાગરમાં ભારતીય નેવીના યુદ્ધ જહાજને ટક્કર મારનારા પાકિસ્તાનના PNS હુસૈન વિશે જાણો

15 સપ્ટેમ્બરના રોજ સાંજે ઉત્તર અરબ સાગરમાં પાકિસ્તાની નેવીના જહાજે ભારતીય યુદ્ધ જહાજને પૂરપાટ ઝડપે અસુરક્ષિત રીતે ટક્કર મારી. ભારતે પાકિસ્તાનની આ હરકત સામે કડક શબ્દોમાં વિરોધ નોંધાવ્યો.  ભારતે બુધવારે નવી દિલ્હીમાં પાકિસ્તાનના ચાર્જ ડી અફેર્સને તલબ કર્યા. ભારતે પાકિસ્તાની નેવીના યુનિટ્સના આવા વ્યવહારને અસ્વીકાર્ય અને બિનવ્યવસાયિક ગણાવતા વિરોધ જતાવ્યો, જેના કારણે ભારતીય નેવીના એક જહાજ સાથે ટક્કર થઈ. વિદેશ મંત્રાલયે કહ્યું કે આ ઘટના આંતરરાષ્ટ્રીય જલક્ષેત્રમાં ઘટી. 

અત્રે જણાવવાનું કે ઉત્તરી અરબ સાગરમાં ભારતીય નેવીના એક યુદ્ધ જહાજ અને પાકિસ્તાની નેવીના એક જહાજ વચ્ચે ટક્કર થઈ હતી. એક પાકિસ્તાની જહાજ  ખુબ જ ઝડપથી ભારતીય જહાજ પાસે આવ્યું અને અસુરક્ષિત રીતે આગળ વધ્યું  ત્યારે આ ટક્કર થઈ. ભારતીય જહાજ આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં નિયમિત પેટ્રોલિંગ મિશન પર હતું. ત્યારે પાકિસ્તાની નેવીનું જહાજ અચાનક તેની નજીક આવી ગયું હતું.  

કોઈ નુકસાન થયું જહાજને?

  • આ દરમિયાન કોઈ મોટું નુકસાન કે ક્ષતિ થઈ નથી. આ ઘટના આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં ઘટી. ભારતે આ ઘટનાને ખુબ ગંભીરતાથી લીધી.
  • બીજા દિવસે એટલે કે 16 સપ્ટેમ્બરે નવી દિલ્હી ખાતે પાકિસ્તાન ઉચ્ચાયોગના ચાર્જ ધ અફયર્સને વિદેશ મંત્રાલય બોલાવવામાં આવ્યા.
  • તેમની પાસે પાકિસ્તાની નેવી યુનિટના આ અસ્વીકાર્ય અને બિનવ્યવાસાયિક આચરણ પર કડક વિરોધ નોંધાવ્યો.
  • ભારતનું કહેવું છે કે આ વ્યવહાર બંને દેશો વચ્ચે એપ્રિલ 1991માં થયેલી સમજૂતિનો ભંગ છે. 

શું આવી ઘટના પહેલા પણ બની છે?

  • ભારત અને પાકિસ્તાનની નૌકાદળો વચ્ચે સમુદ્રમાં આવી ઘટના પહેલા પણ બની ચૂકી છે.
  • 2011માં ભારતીય નૌકાદળના INS દોગાવરી અને પાકિસ્તાની નૌકાદળના PNS બાબર વચ્ચે પણ ટક્કરની સ્થિતિ સર્જાઈ હતી.
  • એ સમયે બંને દેશોએ એકબીજાના જહાજ પર ખતરનાક રીતે ચાલવાનો આરોપ લગાવ્યો હતો.
  • ભારતે ત્યારે પણ 1991ના કરારના આર્ટિકલ 10નો હવાલો આપતા પાકિસ્તાન સામે વિરોધ નોંધાવ્યો હતો.

1991ની સમજૂતિનો ભંગ

ટક્કર મારનારું પાકિસ્તાની જહાજ કયું હતું?

  • સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ભારતીય નેવીના જહાજને ટક્કર મારનારા પાકિસ્તાની જહાજનું નામ PNS હુસૈન (F-273) છે. 
  • આ ઘટના ઓમાનના કાંઠા પાસે લગભગ 220 કિમી પૂર્વ, ઉત્તર અરબ સાગરમાં ઘટી હોવાની માહિતી છે. 
  • આ ઘટના બાદ ભારતે પાકિસ્તાનના પ્રભારી રાજદૂત (ચાર્જ ડી અફેર્સ)ને તલબ કર્યા છે. 
  • PNS હુસૈન એ પાકિસ્તાને નેવીનું Yarmook-ક્લાસ, બેચ-II ઓફશેર પેટ્રોલ વેસલ (OPV) છે. 
  • આ જહાજનું નિર્માણ રોમાનિયાના ગાલાતી સ્થિત Damen Shipyards માં થયું છે. તે Damen OPV 2600 ડિઝાઈન પર આધારિત છે. 
  • PNS હુસૈનને જુલાઈ 2024માં પાકિસ્તાનની નેવીમાં સામેલ કરાયું તું અને તેનો પેનેન્ટ નંબર F-273 છે. 
  • જહાજની લંબાઈ લગભગ 98 મીટર અને વિસ્થાપન લગભગ 2600 ટન જણાવવામાં આવી રહ્યું છે. 
  • આ જહાજને સમુદ્રી નિગરાણી, પેટ્રોલિંગ, શોધ અને બચાવ, માનવીય મદદ, અને આફત નિવારણ સાથે સાથે સૈન્ય અભિયાનો માટે ડિઝાઈન કરાયું છે. 
  • PNS Hunain હેલિકોપ્ટર/UAV અને Rigid-Hull Inflatable BoatRHIBs સંચાલત કરવામાં સક્ષમ છે, જેનાથી તેની નિગરાણી અને સમુદ્રી પ્રતિક્રિયા ક્ષમતા વધે છે. 

હવે આગળ શું થશે?
બંને જહાજ વચ્ચે ટકકર છતાં સારી બાબત એ છે કે કોઈ મોટા નુક્સાનની કોઈ સૂચના નથી. જોકે, ભારતે આ મામલાને ગંભીરતાથી લઈને રાજદૂત સ્તરે ભારે વિરોધ નોંધાવ્યો છે. ભારતે પાકિસ્તાનને પોતાના નૌસૈનિક જહાજોને સાવધાનીથી ચલાવવાની અને બંને દેશો વચ્ચે થયેલા કરારનું સન્માન કરવા કહ્યું છે. આ સાથે ભારતના ઈસ્લામાબાદ સ્થિત પ્રભારી રાજદૂતને પણ પાકિસ્તાનના વિદેશ મંત્રાલય સામે આ જ પ્રકારે વિરોધ કરવાની સૂચના અપાઈ છે. હવે દરિયામાં થયેલી ટક્કર એ કૂટનીતિક મામલો બની ગયો છે. આગળ એ જોવું રહ્યું કે પાકિસ્તાન આ કેસમાં શું પ્રતિક્રિયા આપે છે અને ભવિષ્યમાં પણ બંને દેશની સેના આ પ્રકારની સ્થિતિ ઉભી ન થાય એ માટે કયા પ્રકારની સાવચેતીભર્યા પગલાં ઉઠાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *