અમરનાથ યાત્રા સ્થગિત: હવે પવિત્ર ગુફા તરફ આગળ નહી જઇ શકે યાત્રાળુ

Oplus_131072

કાશ્મીરના વહિટીતંત્ર દ્વારા શનિવારે અમરનાથ યાત્રાને લઇને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું હતું કે ભારતીય હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદ, ભૂસ્ખલન અને અચાનક પૂરની આગાહી કરી છે. પરિણામે રવિવાર 19 જુલાઈથી બાલતાલ અને નુનવાન/ચંદનવારી (પહલગામ) બેઝ કેમ્પ બંનેમાંથી કોઈપણ યાત્રાળુઓને પવિત્ર ગુફા તરફ આગળ વધવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

હવામાન વિભાગની ખરાબ હવામાનની ચેતવણી બાદ જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રે આ સાવચેતીભર્યું પગલું ભર્યું છે. યાત્રાળુઓની સલામતી અને સુવિધાને ધ્યાનમાં રાખીને વાર્ષિક શ્રી અમરનાથ યાત્રા 19 જુલાઈ 2026 થી પહેલગામ અને બાલતાલ બંને રૂટ પરથી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે.

કાશ્મીરના વિભાગીય કમિશનર અંશુલ ગર્ગે શનિવારે નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું હતું કે ભારતીય હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદ, ભૂસ્ખલન અને અચાનક પૂરની આગાહી કરી છે. પરિણામે 19 જુલાઈથી બાલતાલ અને નુનવાન/ચંદનવારી (પહલગામ) બેઝ કેમ્પમાંથી કોઈપણ યાત્રાળુઓને પવિત્ર ગુફા તરફ આગળ વધવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

વહીવટી અધિકારીઓના જણાવ્યા અનુસાર આ સ્થગિતતા સંપૂર્ણપણે સાવચેતીના પગલા તરીકે છે જેથી યાત્રાળુઓને પર્વતીય માર્ગો પર હવામાન સંબંધિત કોઈપણ જોખમોનો સામનો ન કરવો પડે. હવામાન સાફ થયા પછી અને સમગ્ર યાત્રા માર્ગની વ્યાપક સુરક્ષા સમીક્ષા કર્યા પછી જ યાત્રા ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવશે.

યાત્રા ફરી શરૂ કરવા અંગેના અપડેટ્સ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. વહીવટીતંત્રે તમામ યાત્રાળુઓને હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને સત્તાવાર માર્ગદર્શિકાનું પાલન કરવા અને સુરક્ષા વ્યવસ્થામાં સહયોગ આપવા અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે વર્તમાન અમરનાથ યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 3.7 લાખથી વધુ યાત્રાળુઓએ પવિત્ર ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *