IPL 2025: જો આવું થશે તો 3 જૂનના બદલે 4 જૂને રમાશે IPL 2025 ની ફાઇનલ, જાણો કેમ

રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ક્વૉલિફાયર-1 માં પંજાબ કિંગ્સને હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. હવે રાહ બીજી ફાઇનલિસ્ટ ટીમની છે, જેનો નિર્ણય 1 જૂને આવવાનો છે, કારણ કે તે જ દિવસે બીજી ક્વૉલિફાયર (MI vs PBKS ક્વોલિફાયર 2) મેચ પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાનારી છે. શિડ્યૂલ મુજબ, IPL 2025 ની ફાઇનલ (IPL 2025 Final Date) 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી છે.
ઓરિજિનલ શિડ્યૂલ મુજબ, IPL ૨૦૨૫ ની ફાઇનલ ૩ જૂને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. જો વરસાદ કે અન્ય કોઈ કારણોસર મેચ રદ જાહેર કરવામાં આવે છે, તો ફાઇનલ મેચ ૪ જૂને યોજાશે. કારણ કે નિયમો મુજબ, ૪ જૂને ફાઇનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે.
થોડા સમય પહેલા પ્લેઓફ મેચો માટે નવા નિયમો જારી કરવામાં આવ્યા હતા. જો વરસાદ કે અન્ય કોઈ કારણોસર પ્લેઓફ મેચ સમયસર શરૂ ન થાય, તો તેના માટે 120 મિનિટનો વધારાનો સમય ફાળવવામાં આવશે. આનો અર્થ એ થયો કે જો મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ ન થઈ શકે, તો રાત્રે 9:30 વાગ્યા સુધી ઓવરમાં કોઈ ઘટાડો કરવામાં આવશે નહીં. એટલે કે, જો મેચ રાત્રે 9:30 વાગ્યે શરૂ થાય તો પણ ફક્ત 20 ઓવર જ રમાશે.
આ પણ વાંચો, Commercial LPG Cylinder: દેશમાં 1 જૂનથી કોમર્શિયલ LPG સિલિન્ડર થયો આટલા રૂપિયા સસ્તો