Ahmedabad: IPLની ફાઇનલ મેચ જોવા મેટ્રોમાં જવાના હોવ, તો આ ખાસ વાંચી લેજો, પેપર ટીકીટની માહિતી તો ચોક્કસ જાણી લેજો

આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2025ની ફાઈનલ મેચ પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે.. ક્રિકેટ રસિકો સરળતાથી સ્ટેડિયમ સુધી પહોંચી શકે અને સ્ટેડિયમથી પોતાના ઘરે સરળતાથી પરત ફરી શકે તે માટે મેટ્રોની સેવામાં વિશેષ ફેરફાર કરાયા છે.
-મેટ્રો ટ્રેન દર 8 મિનિટે ઉપલબ્ધ રહેશે.
રાતે 10થી 12.30 વાગ્યા સુધી મોટેરા સ્ટેડિયમ, સાબરમતી મેટ્રો સ્ટેશનથી દર 6 મિનિટેં મેટ્રો ઉપલબ્ધ રહેશે.
-મોટેરા મેટ્રો સ્ટેશનથી છેલ્લી ટ્રેનનો ઊપડવાનો સમય મધ્યરાત્રિના 12.30 વાગ્યાનો રહેશે.
કિઓસ્ક, ટોકન વેન્ડિંગ મશીન, ટિકિટ કાઉન્ટર, મોબાઈલ એપથી અગાઉથી ખરીદેલી ટિકિટ (QR/TOKEN) રાત્રિના 10 વાગ્યા પછી માન્ય રહેશે નહીં.
-રાત્રે 10 વાગ્યા બાદ મોટેરા સ્ટેડિયમ-સાબરમતી મેટ્રો સ્ટેશનમાં પ્રવેશ કરવા માટે માત્ર સ્પેશિયલ પેપર ટિકિટ માન્ય રહેશે.
-સ્પેશિયલ પેપર ટિકિટનું ભાડું પ્રતિ વ્યક્તિ દીઠ રૂપિયા 50 રહેશે.
-પેપર ટિકિટ મેચના દિવસે નિરાંત ક્રોસ રોડ, એપરલ પાર્ક, કાલુપુર, ઓલ્ડ હાઈકોર્ટ, થલતેજ, મોટેરા, સાબરમતી, રાણીપ, વાડજ અને જીવરાજ મેટ્રો સ્ટેશનો પરથી અગાઉથી ખરીદી શકાશે.
ફાઈનલ મેચને લઈ ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઓપરેશન સિંદૂરની થીમ પર IPL 2025ની ક્લોઝિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવી રહી છે. ક્લોઝિંગ સેરેમનીમાં સેનાની ત્રણેય પાંખના પ્રમુખોને આમંત્રણ અપાયું છે. જો કે સેના પ્રમુખો હાજર રહેવાનાં નથી. પરંતુ ઉજવણી ઓપરેશન સિંદૂરની થીમ પર આયોજીત થશે.
આ પણ વાંચો, અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના 50 નવા કેસ, કુલ 197 એક્ટિવ કેસ