ટેરિફ વિવાદ વચ્ચે ભારતનો મોટો નિર્ણય, અમેરિકા માટે પોસ્ટલ સર્વિસ બંધ કરી

ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ વિવાદ વચ્ચે ભારતે મોટો નિર્ણય લીધો છે. ભારતીય પોસ્ટ વિભાગે અમેરિકા માટેની મોટા ભાગની સેવાઓ અસ્થાયી રૂપે બંધ કરી છે. આ નિર્ણય અમેરિકાના નવા ફરમાનના કારણે ભારતે આ મોટો નિર્ણય લેવાની નોબત આવી છે.
નોંધનીય છે કે ગયા મહિને 30 જુલાઈએ ટ્રમ્પ સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી હતી. અમેરિકાએ હવે 800 ડોલર સુધીના સામાન પર કસ્ટમ ડ્યુટીમાં મળતી છૂટ ખતમ કરી છે. અત્યાર સુધી 800 ડોલર સુધીના સામાન પર ડ્યુટી લાગતી નહોતી. પણ હવે એવું થશે નહીં. ભારતથી અમેરિકા જતાં સામાન પર 29 ઓગસ્ટથી કસ્ટમ ડ્યુટી લાગશે.
અમેરિકાના નવા નિયમ અનુસાર ટપાલ મારફતે અમેરિકા આવતા પાર્સલ પર ડ્યુટી જમા કરાવવાની રહેશે. જોકે હજુ સુધી આ કલેક્શન સિસ્ટમ કેવું હશે તેને લઈને કોઈ સ્પષ્ટીકરણ ના થયું હોવાથી ભારતીય પોસ્ટ વિભાગે ટપાલ સેવા પર રોક લગાવી છે. અમેરિકા જતાં એર કેરિયર્સે કહ્યું છે કે 25 ઓગસ્ટથી ટપાલનો સામાન સ્વીકારી શકશે નહીં.
શું છે નિર્ણય?
અમેરિકા માટેની ટપાલ સેવાઓ પર 25 ઓગસ્ટથી રોક
કેવી વસ્તુ મોકલી શકાશે?
100 ડોલર સુધીની ગિફ્ટ આઈટમ, પત્ર ( લેટર ) અને દસ્તાવેજ ( ડોક્યુમેન્ટ )
તમામ પાર્સલ પર કસ્ટમ ડ્યુટીનો અમેરિકાનો નિર્ણય ક્યારથી લાગુ થશે?
29 ઓગસ્ટ, 2025
ભારતીય પોસ્ટ પાર્સલ/ટપાલ સ્વીકારવાનું ક્યારથી બંધ કરશે?
25 ઓગસ્ટ, 2025