દિવાળીએ શેરબજારમાં આજે 1 કલાકનું ટ્રેડિંગ:બપોરે 2:20થી મુહૂર્ત ટ્રેડિંગ સેશન

શેર બજારમાં આજે દિવાળીના અવસરે મુહૂર્ત ટ્રેડિંગ થશે. રવિવારની રજા હોવા છતાં યોજાનાર આ વિશેષ ટ્રેડિંગ સેશન 1 કલાકનું રહેશે.
ભારતીય બજારમાં મુહૂર્ત ટ્રેડિંગ દિવાળીની સાંજે લક્ષ્મી પૂજન દરમિયાન થતું હતું. જોકે, વેપારીઓ અને રોકાણકારોની વિનંતીને પગલે ગયા વર્ષથી વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગયા વર્ષે મુહૂર્ત ટ્રેડિંગ બપોરે 1:45થી 2:45 વાગ્યા સુધી થયું હતું.
મુહૂર્ત ટ્રેડિંગમાં છેલ્લા 5 વર્ષ દરમિયાન તેજીનો ટ્રેન્ડ રહ્યો છે, જે 1%ની અંદર જ રહ્યો છે. 2022માં મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન બજારમાં સૌથી વધુ 0.87%નો ઉછાળો આવ્યો હતો.
મુહૂર્ત ટ્રેડિંગ પછીના દિવસે સોમવાર, એટલે કે 9 નવેમ્બરે બજાર ખુલશે, પરંતુ મંગળવાર, 10 નવેમ્બરે દિવાળી-બલિપ્રતિપદાના કારણે BSE અને NSEમાં કારોબાર થશે નહીં.