Weather update: રાજ્યના આ 9 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું યલો એલર્ટ

રાજ્યમાં હાલ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. કેટલીક જગ્યાએ 4 મેએ પણ વરસાદ વરસ્યો હતો. 10 મે સુધી હવામાન વિભાગે ભારે પવન સાથે કરા સાથે વરસાદની આગાહી કરી છે. ઉલ્લેખિય છે કે, હાલ પાકિસ્તાન પર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે ઉપરાંત ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન પર પણ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેના પગલે ગુજરાતના વાતાવરણ પલટો આવ્યો છે. આ સ્થિતિ 10 મે સુધી રહેવાનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે.હવામાન વિભાગે આજે 17 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. 17 જિલ્લામાં પવન અને કરાની  સાથે કમોસમી વરસાદનું અનુમાન છે. 6 મે મંગળવારના દિવસે  જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદનું અનુમાન છે આ વિસ્તારમાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યો છે. આજથી રાજ્યમાં વરસાદનું જોર વધશે.

આજે ગુજરાતના અનેક વિસ્તારના વરસાદ ઘમરોળશે. આજે કચ્છ,બનાસકાંઠા,પાટણ,મહેસાણા,સાબરકાંઠા,અરવલ્લી,મહીસાગર,પંચમહાલ,દાહોદ,છોટાઉદેપુર,મોરબી,રાજકોટ,જૂનાગઢ,અમરેલી,ભાવનગરમાં ભારે પવન  કરા સાથે ગાજવીજ સાથે  વરસાદનું અનુમાન છે.

6મેમાં   ભારે વરસાદની આગાહી           

6 મેએ મંગળવારના રોજ કેટલાક વિસ્તારમાં  ભારે વરસાદની આગાહી છે. જેમાં જૂનાગઢ,અમરેલી,ગીર સોમનાથ,ભાવનગર,ભરૂચ,છોટાઉદેપુર,નર્મદાનો સમાવેશ થાય છે.

મે 9 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી

7 મેના રોજ  કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આ વિસ્તારમાં પણ વરસાદને લઇને એલર્ટ જાહેર કર્યું છે.

આ પણ વાંચો, Banaskantha: ભારે વીજળીના કડાકા સાથે વાતાવરણમાં પલ્ટો, કરા સાથે વરસ્યો વરસાદ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *