Banaskantha: ભારે વીજળીના કડાકા સાથે વાતાવરણમાં પલ્ટો, કરા સાથે વરસ્યો વરસાદ

ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગે આઠમી મે, 2025 સુધી કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રવિવારે (ચોથી મે) વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે.
બનાસકાંઠામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન પાલનપુર, વડગામમાં પવન સાથે કરાંવૃષ્ટિ થયાની માહિતી મળી છે. જ્યારે ડીસા, લાખાણી અને દાંતીવાડા વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.
મોસમી વરસાદને પગલે નુકસાન થવાની ભીતિ
હાલમાં બાજરીનો પાક લેવાયેલો હોવાથી તેને કમોસમી વરસાદને પગલે નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે. જોકે અંગ દઝાડતી ગરમીના માહોલ વચ્ચે આ કમોસમી વરસાદથી વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી ગઇ છે.
આ પણ વાંચો, વૈદિક મંત્રોચ્ચારની દિવ્ય ધ્વનિ વચ્ચે Badrinath ધામના દરવાજા ખુલ્યા, હેલિકોપ્ટરથી ભક્તો પર ફૂલોની વર્ષા